તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
કલેકટરની શુભેચ્છા મુલાકાત લેતા સ્વાતંત્ર્ય સેનાની પરિવારના સભ્યો
વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉંચા રહે હમારા...

રાજકોટ, તા. ૩૦: દર વર્ષે ૧૫મી ઓગષ્ટ કે ૨૬મી જાન્યુઆરી આવે ત્યારે દેશને આઝાદ કરવા પાછળ અને આઝાદી અપાવવા હજારો સ્વાતંત્ર્ય વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે. આવા સ્વાતંત્ર્ય વીરોને પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય પર્વના દિવસે સરકાર અચુક યાદ કરે છે. હાલ સરકાર તરફથી આવા સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારોને (વારસદારોને) આજે પણ ૧૫મી ઓગષ્ટ હોય કે ૨૬મી જાન્યુઆરીના દિવસે શાલ ઓઢાડી તેમનું ધ્વજવંદન બાદ સન્માન કરવામાં આવે છે.
રાજકોટમાં નવનિયુકત કલેકટર ડો. ઓમ પ્રકાશે ચાર્જ સંભાળ્યા બાદ રાજકોટના સ્વાતંત્ર્ય સેનાની પરિવાર તરફથી કલેકટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તબક્કે કલેકટર ડો. ઓમ પ્રકાશે સારો પ્રતિસાદ આપી કોઇપણ મુશ્કેલી કે પ્રશ્નો હોય તો ગમે ત્યારે રજૂ કરવા આવવા માટે જણાવાયુ હતું. રાજકોટના સ્વાતંત્ર્ય સેનાની શુભેચ્છક પરિવાર દ્વારા ડો. ઓમ પ્રકાશને બુકે આપી તેમની સાથે તમામ પરિવારના સભ્યોએ પોતાના માતા કે પિતા જે લોકોએ દેશની આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો તેમને યાદ કરી અંગ્રેજોની ગુલામીની વાસ્તવિક્તાનો ચિતાર કલેકટર સમક્ષ રજૂ કર્યો હતો. ભૂતકાળના સ્વાતંત્ર્ય સેનાનીના સંસ્મરણો વાગોળ્યા હતા અને જેલવાસ ભોગવ્યાની દાસ્તાન રજૂ કરી હતી. દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની શુભેચ્છક પરિવાર દ્વારા (સ્વાતંત્ર્ય સેનાનીના વારસદારો) નિવાસી અધિક કલેકટર એ.કે. ગૌતમને પણ મળ્યા હતા અને દેશની આઝાદી પાછળ વીરોના બલિદાન અને પ્રાણોની આહુતિ અંતર્ગત વાતચીત કરી હતી. આ તબક્કે નિવાસી અધિક કલેકટર આલોક ગૌતમે તમામ સ્વાતંત્ર્ય સેનાની પરિવારના સભ્યો, વારસદારોને કોઇપણ પડતર પ્રશ્નો, મુશ્કેલી બાબતે મળવા જણાવાયુ હતુ. કલેકટર અને નિવાસી અધિક કલેકટરની શુભેચ્છા મુલાકાત દરમિયાન વડાપ્રધાન, મુખ્યમંત્રી, કલેકટરને ઉદ્દેશીને અગાઉની માંગણી અંતર્ગત તેમજ નવનિયુકત કલેકટરને સત્કારનો પત્ર આપી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારો પ્રત્યેની કામગીરી, સંવેદના અને લાગણી વ્યકત કરવામાં આવી હતી. શુભેચ્છા મુલાકાતમાં અヘનિભાઇ વિઠ્ઠલાણી, સુશીલ ત્રિવેદી, નવિનભાઇ પૂજારા, વિપુલભાઇ માઢક, કાર્તિકભાઇ દવે, જયશ્રીબેન જોશી, હર્ષાબેન ગાંધી, ઉમાબેન દવે સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.(
(4:17 PM IST)










