તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
‘મહિમા મહાદેવનો': ભક્તિમય વાતાવરણ વચ્ચે પૂર્ણાહુતિ
પાંચ દિવસ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિઃ પૂ. ગુરૂમાએ તમામ શ્રોતાગણને પોતાના હસ્તે પ્રસાદી આપી

રાજકોટ : રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર, હોટલ ફર્ન સત્વ રિસોર્ટ્સ તથા કોટેચા પરિવાર દ્વારા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે તારીખ ૨૫ જુલાઈથી ૨૯ જુલાઈ દરમિયાન આયોજિત પ્રવચનમાળા ‘મહિમા મહાદેવનો' ની આજે પાંચમા દિવસે ભક્તિમય વાતાવરણ વચ્ચે પૂર્ણાહુતિ થઈ. પાંચ દિવસ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકોએ પૂરા ભક્તિભાવથી આ પ્રવચનમાળાનો લાભ લીધો હતો.
વ્યાસપીઠ પર બિરાજમાન સમદર્શન આશ્રમ, ગાંધીનગરના પરમ શ્રદ્ધેય પૂ. ગુરુમા સમાનંદ સરસ્વતીજીએ પોતાની સૌમ્ય વાણીમાં શિવ મહિમ્ન સ્તોત્ર આધારિત મહાદેવના મહિમાના ગુણગાન કર્યા હતા.
પાંચમા દિવસે ગુરુમાએ શિવજીની લીલાઓ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે
જ્જ ઈશ્વરના નિયમ અફર છે. તેમાં શ્રદ્ધા રાખવી જ રહી. તે દરેક માટે સમાન રૂપે લાગુ પડે છે.
જ્જ જીવનમાં એક મૃત્યુ જ નિヘતિ છે, તે સિવાય બધું જ અનિヘતિ છે.
જ્જ સત્યમ, શિવમ અને સુંદરમ એક માત્ર ભગવાન શિવ છે.
જ્જ અધ્યાત્મ યાત્રા 'આઈ એમ સમથીંગ' થી 'આઈ એમ નથીંગ' અને પછી 'આઈ એમ એવરીથિગ' તરફ જવાની છે.
મહાનુભાવો અને ભાવિકોની વિશાળ ઉપસ્થિતિઃ મહિમા મહાદેવનો પ્રવચનમાળાના પૂર્ણાહુતિ દિવસે રાજકોટ તથા સૌરાષ્ટ્રમાંથી અનેક મહાનુભાવોએ કથા શ્રવણ કરવાનો લાભ લીધો. જેમાં સાંજ સમાચારના શ્રી કરણ શાહ, રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક અને કોર્પોરેટર શ્રી મનીષ રાડિયા, લોહાણા મહાજનના ટ્રસ્ટી શ્રી હિરેન ખખ્ખર, બિલ્ડર્સ પરેશ પારેખ, રાજકોટની અન્ય રોટરી ક્લબના પ્રેસિડેન્ટ, સેક્રેટરી તથા રોટેરિયન, આન્સ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તર કાશીથી ઓનલાઈન પ્રવચનમાળા સાંભળતા સ્વામી પૂ. અક્ષયાનંદજીએ પણ રાજકોટ ખાતે આવું સુંદર આયોજન થવા બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી મેહુલ નથવાણી તથા તેમની ટીમે પ્રવચનમાળાના પાંચેય દિવસ ભગવાન શિવજીના ભજનોથી શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા.
આભારવિધિ અને પ્રશંસાઃ પ્રવચનમાળાની પૂર્ણાહુતિ સમયે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડેન્ટ શ્રી જયદેવ શાહે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ‘પૂ. ગુરુમા, આપની વાણીમાં માત્ર શબ્દો નહીં ઊર્જા હતી, આપના એક એક વાક્યે અમારા હૃદયને સ્પર્શ્યું, વિચારને સ્પર્શ્યો, અને અંતઃકરણમાં શિવત્વને જગાડ્યું.'
આભારવિધિ કરતા શ્રી કિશન કોટેચાએ 'મહિમા મહાદેવનો' પ્રવચનમાળાના આયોજન માટે સાથ સહકાર આપનાર તમામનો ખરા દિલથી આભાર માન્યો. મહિમા મહાદેવનો પ્રવચનમાળાને ખૂબ જ સુંદર કવરેજ આપ્યું અને શિવજીની લીલાઓની વાત લોકો સુધી પહોંચાડી તે બદલ મીડિયાનો આભાર માન્યો હતો.
પ્રવચન પૂર્ણ થયા બાદ જ્યોતિર્લિગ કેદારનાથ મહાદેવની પ્રસાદીનું વિતરણ પૂ. ગુરુમાએ પોતાના વરદ હસ્તે કરી તમામ સાધકોને ઉપકૃત કર્યા.
આ પ્રવચનમાળાના આયોજનમાં રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર, ફર્ન સત્વ રિસોર્ટ્સ તથા કોટેચા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
પૂ. ગુરૂમા સમાનંદ સરસ્વતીજી
સાથે સત્સંગઃ વોટ્સએપ ગ્રુપ
પૂ. ગુરુમા સમાનંદ સરસ્વતીજી, સમદર્શન આશ્રમ, ગાંધીનગરના સત્સંગીઓએ મળીને એક વોટ્સએપ સત્સંગ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપમાં પૂ. ગુરુમાના સત્સંગના ઓડિયો/વીડિયો સાંભળવા મળશે. ગ્રુપમાં જોડાવા માટે મોબાઈલ નંબર ૯૮૨૪૦૬૨૦૬૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.
જ્યોતિર્લિગ કેદારનાથ
મહાદેવની પ્રસાદી
પ્રવચન સમાપ્તિ બાદ પૂ. ગુરુમાના વરદ હસ્તે કેદારનાથ મહાદેવની પવિત્ર પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું, જેનાથી શ્રોતાગણ ધન્ય બન્યા. આ પ્રસાદી ભક્તિમય વાતાવરણની ચરમસીમા હતી
(2:28 PM IST)










