<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

કલેકટર એકાએક પડધરીના ગામોમાં પહોંચ્‍યા જમીન માપણી-તાલુકા પંચાયત કચેરીનું નિરિક્ષણ

કેસોનો તાકિદ નિકાલ કરવા આદેશોઃ ગ્રામજનોને મળી પડતી મુશ્‍કેલીઓ જાણી

રાજકોટ, તા.૩૦: રાજકોટ જિલ્લા કલેક્‍ટર ઓમ પ્રકાશે ગઈકાલે પડધરી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લઈ ત્‍યાંના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.

કલેકટર શ્રી ઓમપ્રકાશ દ્વારા જમીનને લતા તમામ કેશાનું ે તાત્‍કાલિક નિકાલ કરવા માટે આદેશો કર્યા હતા.તેઓ  ગઈકાલે પડધરીના ગ્રામ્‍ય વિસ્‍તારમાં પહોંચ્‍યા હતા જ્‍યાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ગ્રામ પંચાયત કચેરી ખાતે પડતી  મુશ્‍કેલી અંગે પણ ગામ તેના સાથે ચર્ચા કરી હતી અને પ્રશ્નનો તાત્‍કાલિક નિરાકરણ આપવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.

કલેક્‍ટરે  જમીન માપણી કામગીરીની પ્રગતિ પણ તપાસી હતી. મોજે-ગોવિંદપર ગામ, તાલુકો-પડધરી ખાતે ચાલી રહેલી જમીન માપણીની કામગીરીનું તેમણે ખેતરોમાં જઈને સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યમાં રોકાયેલા કર્મચારીઓ સાથે પણ તેમણે મુલાકાત કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પુરૂ પાડ્‍યું હતું. 

(2:34 PM IST)