<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

વેસ્‍ટ ઝોન ઘટક-૨ આંગણવાડી ખાતે પોષણ કીટ વિતરણ : કુપોષિત બાળકોનું સ્‍ક્રીનીંગ

રાજકોટ : મહાનગરપાલિકા આઇ.સી.ડી.એસ. ઘટક-૨ વેસ્‍ટ ઝોનમાં સરકારના મિશન ‘પોષણ સંગમ' અંતર્ગત અતિ કુપોષિત બાળકોનુ સ્‍ક્રીનીંગ અને શેર વિથ સ્‍માઇલ એન.જી.ઓ દ્વારા પોષણ કીટ વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રોગ્રામ ઓફીસર શારદાબેન દેસાઇ, સી.ડી.પી.ઓ અનસુયાબેન ભટાશણા, શેર વિથ સ્‍માઇલ એન.જી.ઓના કપિલભાઇ પંડ્‍યા, દાતા જયશ્રીબેન દવે, આંબેડકર આરોગ્‍ય કેન્‍દ્ર અને મવડી આરોગ્‍ય કેન્‍દ્રમાંથી આર.બી.એસ.કે. ડૉક્‍ટર, આઇ.સી.ડી.એસ સ્‍ટાફ, આંગણવાડી વર્કર અને બાળકોના વાલીઓ હાજર રહેલ. આ કેમ્‍પમાં બાળકોનુ સ્‍ક્રીનીંગ કરવામાં આવેલ તથા બાળકોના વાલી સાથે કાઉન્‍સેલીંગ કરવામાં આવેલ ત્‍યારબાદ પોષણકીટ વિતરણ કરવામાં આવેલ

(2:35 PM IST)