તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
જંકશન-ગાયકવાડી પ્લોટ મેઇન રોડના જાહેર યુરીનલમાં ડ્રેનેજ કનેકશન જ નથીઃ સફાઇનો સદંતર અભાવ
અહીંથી પસાર થતા રાહદારીઓને દુર્ગધ વેઠવી પડે છેઃ રોગચાળાનો પણ ભયઃ તંત્ર જાગશે?

રાજકોટ : શહેરના જંકશન પ્લોટ મેઇન રોડ પર જાહેર મુતરડીમાં સફાઇના અભાવે ફેલાતી ભયંકર ગંદકી, બદબૂ તથા રોગચાળા અંગે એક જાગૃત નાગરિકો મ્યુ. કમિશનરને પત્ર લખી સફાઇ કરાવવા રજૂઆત કરી છે.
પત્ર મુજબ જંકશન-ગાયકવાડી પ્લોટ મેઇન રોડ પર રેલ્વે ગાર્ડ રૂમની પાસે વોંકળાને કાંઠે કોર્પોરેશનની જાહેર મુરતડી છે. આ મુતરડીનો આખા દિવસમાં જંકશન - ગાયકવાડી પ્લોટના સૌ વ્યાપારીઓ, રાહદારીઓ તથા નજીકમાં આવેલા રેલ્વે સ્ટેશનના આ રોડ પરથી પસાર થતા હજારો મુસાફરો ઉપયોગ કરે છે.
આ મુતરડીનું કોઇ ડ્રેનેજ કે ભૂગર્ભ માં નિકાલ આપેલ નથી. જેથી દરરોજ હજારો લોકોનું મૂત્ર ખુલ્લા વોંકળામાં વહે છે.
પરિણામે આ રોડ પરથી પસાર થતા નાગરીકો, મહિલાઓ, વૃધ્ધો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, રેલ્વેના યાંત્રિકો વગેરેને ભયંકર બદબૂ, ગંદકીને સહન કરવી પડે છે. તથા રોગચાળાનો ભય રહે છે. ઉપરાંત આ મુતરડીની કયારેય સફાઇ થતી નથી.
આથી તુરંત જ લોકોના આરોગ્યના હિતમાં આ જાહેર મુતરડીનું ડ્રેનેજ ભુગર્ભ જોડાણ કરવા તથા દરરોજ આ મુતરડીની સફાઇ કરાવવી જરૂરી છે.
આ અંગે જંકશન-ગાયકવાડી પ્લોટની વોર્ડ ઓફીસમાં પણ આ અંગે ફરિયાદ કરેલી છે પણ કોઇ કાર્યવાહી થઇ નથી. આ વિસ્તારના કોર્પોરેટરોને નેતાઓને પણ આ બાબતની જાણ કરેલ છે. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:23 PM IST)










