News of Wednesday, 30th July 2025
લાખાજીરાજ રોડના વેપારીઓનો ધરણાનો કાર્યક્રમ મોકુફ : મ્યુ.કોર્પોરેશન - પોલીસ એકશન મોડમાં: સાંજથી ‘ઓપરેશન પાથરણા હટાવ' ઝુંબેશનો પ્રારંભ
ગેરકાયદેસર દબાણ હટાવ અભિયાન પણ સાથો સાથ ચાલશે

રાજકોટ તા.૩૦ : મનપા અને ટ્રાફિક પોલીસ આજથી બીન અધિકૃત દબાણો હટાવવા ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેતા વેપારીઓએ પોતાનો આવતીકાલનો ધરણાનો કાર્યક્રમ મોકુફ રાખ્યો છે. દરમિયાન આજ સાંજથી વિવિધ ટીમો પોલીસને સાથે રાખીને પાથરણા વાળાઓને હટાવવાની ઝુંબેશ શરૂ કરશે. અત્રે નોંધનીય છે કે પાથરણાવાળાઓથી ત્રાસીને વેપારીઓએ રજુઆત કરી હતી કે તેને સફળતા મળી છે.આજે બપોરે ૨ વાગ્યે મ્યુની કોપોરેશન કચેરીમાં મેયર નયનાબેન પેઢડીયા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર ,મ્યુની.કમીશનર તુષાર સુમેરા ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા ડો.દર્શિતાબેન શાહ અને શાસક નેતા લીલુબેન જાદવ તથા શાસક દંડક મનીષભાઇ રાડીયા, તથા ડીસીપી ટ્રાફિક પોલીસ પૂજા યાદવની ની ઉપસ્થિતિમાં વેપારીઓ સાથે બેઠક યોજાઇ આ બેઠકમાં લાખાજીરાજ રોડ પર પાથરણા અને વેપારીઓના માલસામાન સહિતના અનઅધિકૃત દબાણો હટાવવા બાબતે આજથી ૧૫ દિવસ સુધી મનપા અને ટ્રાફિક પોલીસ સંયુકત રીતે ઓપરેશન હાથ ધરી વેપારીઓની વર્ષો જુની સમસ્યા હલ કરવા તંત્રએ ખાતરી આપતા વેપરીઓએ આવતી કાલના ધરણા કાર્યક્રમ મોકુફ રાખવાની જાહેરાત કરી છે.ુ
(3:36 PM IST)










