<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ડીફેન્‍સ - એરોસ્‍પેસ પોલીસીમાં રાજકોટ જીલ્લાનો સમાવેશ કરી જંત્રીના ૨૫% દરે જમીન ફાળવવી જોઇએ

રાજયની નવી ઔદ્યોગિક નીતિમાં રાજકોટને ફાયદો થાય તેવા સૂચનો કરતું ચેમ્‍બર રાજકોટમાં MSME ભવન બનાવો : નવી નીતિનો લાભ સર્વિસ સેકટરને આપો : એન્‍જીનીયરીંગ અને એગ્રી પ્રોડકટને ખાસ સબસીડી મળવી જોઇએ

રાજકોટ, તા.૩૦:  ઔદ્યોગીક નીતિ-૨૦૨૦ ની મુદત તા.૦૯-૦૮-૨૦૨૫ ના રોજ પુર્ણ થનાર હોય, આગામી સમયમાં ગુજરાત રાજયની ઔદ્યોગીક નીતિ કેવા પ્રકારની હોઈ શકે તે માટે હાલની ઔદ્યોગીક નીતિ હેઠળની વેપાર, વાણિજયીક અને સેવાક્ષેત્રના વિકાસ માટેની યોજનાઓનો અભ્‍યાસ અને તેની સમીક્ષા કરી યોગ્‍ય ભલામણ કરવા ઉદ્યોગ કમિશનરશ્રીની અધ્‍યક્ષતામાં ટાસ્‍ક ફોર્સ કમિટિની મિટીંગનું તા. ૨૮-૦૭-૨૦૨૫ ના રોજ ઉદ્યોગ ભવન, ગાધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્‍ણવ ઉપસ્‍થિત રહીને નીચે મુજબના પ્રશ્‍નો-સુચનો રજુ કરવામાં આવેલ હતા.

(૧) રાજય સરકાર દ્વારા નવી ઔદ્યોગીક નિતી-૨૦૨૨ અમલમાં મુકેલ હોય જેમાં માત્ર માઈક્રો યુનીટોને (૧ કરોડ સુધીના રોકાણકારોને) જ કેપીટલ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ સબસીડી ૧૦% મળવાપાત્ર થાય છે. તેની અપર લીમીટ ૩૦ લાખ સુધી વધારી આપવા તેમજ આત્‍યારની કેપીટલ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ સબસીડી જે ૧૦% માઈક્રોયુનીટને ૧ કરોડ સુધી પ્‍લાન્‍ટ/મશીનરીના રોકાણ સુધીનાઓને આપવામાં આવે છે જે લીમીટ ૨.૫ કરોડ કરીને તાત્‍કાલીક અમલમાં લેવી.

(૨) ગુજરાતની નવી ઔદ્યોગીક નિતીમાં તાલુકાઓની કેટેગરીમાં ફેરફાર કરવો ખુબ જ જરૂરી છે. હાલની પોલીસીમાં કેટેગરી ૧, ૨, ૩ પ્રમાણે સબસીડી અને વ્‍યાજ સહાય આપવામાં આવે છે. જેના કારણે ઘણા તાલુકાઓને અન્‍યાય થતો હોય તેવું જણાય છે. આમ જે અગાઉની પોલીસી મુજબ કોર્પોરેશનની હદની અંદર અને કોર્પોરેશનની હદની બહાર આવતા એકમોને સબસીડી અને વ્‍યાજ સહાય મળવાપાત્ર થતી હતી તે મુજબ ફેરફાર કરવા અનુરોધ કરીએ છીએ. જેથી હાલના કાર્યરત અને નવા સ્‍થપાતા ઉદ્યોગોને સરકારની તમામ લાભો મળવાપાત્ર થાય. જેથી MSME એકમોને ફાયદો થશે.

(૩) ડિફેન્‍સ એન્‍ડ એરોસ્‍પેસ પોલીસીને બુસ્‍ટ આપવા માટે કેન્‍દ્ર તથા રાજય સરકાર આ સેકટરને ખુબ જ પ્રોત્‍સાહીત કરી રહ્યું છે. ત્‍યારે આવનારા દિવસોમાં ચારેય બાજુ યુધ્‍ધની પ્રવર્તમાન પરિસ્‍થિતી સર્જાયેલ હોય, રાજકોટ એ ડિફેન્‍સ અને એરોસ્‍પેસના ઘણા બધા પાર્ટસનું ઉત્‍પાદન કરી રહ્યું છે. હાલ ડિફેન્‍સ અને એરોસ્‍પેસ પોલીસીમાં જંત્રીના ૨૫્રુ મુજબ જગ્‍યા આપવામાં આવે છે પણ તે માત્ર માંડવી અને તે બાજુ આપવામાં આવે છે. જેના બદલે રાજકોટ ડિફેન્‍સ અને એરોસ્‍પેસનું હબ હોય રાજકોટ જીલ્લાને પણ ફાળવવામાં આવે તો રાજકોટની અંદર ડિફેન્‍સ અને એરોસ્‍પેસમાં સારૂ એવું ડેવલોપમેન્‍ટ થઈ શકે તેમ છે. તેમજ ભારત સરકારની ડિફેન્‍સ અને એરોસ્‍પેસના સાધનો એકસપોર્ટ કરવાની જે નેમ છે એ નેમને સાર્થક કરવામાં રાજકોટ સહભાગી બની રહેશે. તેથી તાત્‍કાલીક અસરથી ડિફેન્‍સ અને એરોસ્‍પેસ પોલીસીમાં રાજકોટ જીલ્લાનો સમાવેશ કરી જંત્રીના ૨૫% દરે જમીન ફાળવવા અનુરોધ કરીએ છીએ. જેથી કરીને ઉદ્યોગોને વેગ મળે.

(૪) સરકાર દ્વારા જી.આઈ.ડી.સી.ને જે કિંમતે જગ્‍યા ફાળવવામાં આવે છે તેમાં જી.આઈ.ડી.સી. તેમનો ડેવલોપમેન્‍ટ ચાર્જ ઉમેરાતા તે જગ્‍યાની કિંમત માર્કેટ વેલ્‍યુ કરતા પણ વધારે થઈ જાય છે. જે ઉદ્યોગકારોને કોઈપણ સંજોગોમાં પોસાય તેમ નથી. તેમજ બાજુમાં જ પ્રાઈવેટ પાર્ટીઓ નીચા ભાવે જમીન વેચે છે જેથી પાર્ક કે જી.આિઈ.ડી.સી.ડેવલોપમેન્‍ટ થઈ શકતા નથી અને આવા ઉદ્યોગોને પ્રોત્‍સાહન મળતું નથી. જેથી આવી ઈન્‍ડસ્‍ટ્રીને બુસ્‍ટ આપવા માટે આવા પાર્ક કે જીઆઈડીસી બનાવવા માટે સરકારે ઉદારનીતી દાખવી જમીનની કિંમત જંત્રીના દર સાથે સરખાવીને ટોકન દરે જગ્‍યા ફાળવણી કરવામાં આવે તો ઔદ્યોગીક વિકાસ શકય બનશે અને સરકારને પણ રેવન્‍યુંની આવક વધશે.

(૫) રાજકોટમાં હાલમાં કાર્યરત તેમજ નવા સ્‍થપાતા MSME એકમોનો વધુ વિકાસ થાય અને દેશ તથા રાજયના અર્થતંત્રના વિકાસમાં સહભાગી બની શકે તે શુભ આશય સાથે રાજકોટ ખાતે ઓછામાં આછું ૨૫૦૦ ચો.મી.માં તમામ સુવિધાઓ સાથેનું MSME ભવન બનાવવું ખાસ જરૂરી છે. હાલમાં આવું MSME ભવન અમદાવાદ ખાતે કાર્યરત છે. રાજકોટ એ સૌરાષ્‍ટ્રનું પાટનગર હોય તેમજ આશરે ૨ લાખ ૧૧ હજાર રજીસ્‍ટર્ડ MSME ધરાવતું હોવાથી આ અંગે તાત્‍કાલીક ઘટતું કરવું.

(૬) રાષ્‍ટ્રિય તથા આંતરરાષ્‍ટ્રિય એક્‍ઝીબીશનોમાં ભાગ લેતા ઉદ્યોગકારોને MDA સ્‍કિમ અંતર્ગત ૫ લાખની સબસીડીની મર્યાદા ૩૦ લાખ સુધી વધારવી. તેમજ તમામ પ્રકારના થતા ખર્ચ ઉપર સહાય મળવાપાત્ર થવી જોઈએ. જેથી કરીને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના વિકસીત ભારત ૨૦૪૭ અને ૫ ટ્રીલીયન ડોલર ઈકોનીમીને સાર્થક કરી શકાય તેમજ MSME નો વધુ ને વધુ વિકાસ થાય. વધુમાં MIDA સ્‍કિમમાં અગાઉથી જ માન્‍ય એકઝીબીશોની યાદી જીલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર દ્વારા જાહેર થવી જોઈએ. જેથી ઉદ્યોગકારો જે તે માન્‍ય એકઝીબીશનમાં ભાગ લઈ શકે. સાથો સાથ હાલના જટીલ નિયમોને કારણે ઘણાં MSME એકમોને MIDA સિસ્‍કમની સહાય મળતી નથી. તો આ અંગે યોગ્‍ય કરવું.

(૭) ઔધોગીક નીતિ-૨૦૨૨ અંતર્ગત ગુજરાત સરકારએ SGST ટેક્ષની જે સબસીડી જાહેર કરેલ છે. તેના સેંકશન અને કલેઈમની પ્રોસેસ હજુ સુધી અમલમાં આવી નથી. આ અંગે સત્‍વરે ઘટતું કરશોજી.

(૮) રાજકોટ ખાતે પ્‍લગ એન્‍ડ પ્‍લે ટાઈપની GIDC બનાવવી જેથી MSME ને તેમનો વ્‍યવસાય શરૂ કરવામાં સરળતા રહે.

(૯) નવી ઔદ્યોગીક નિતીમાં માત્ર મેન્‍યુફેક્‍ચરર એકમોને જ કેપીટલ સબસીડી અને ઈન્‍ટરેસ્‍ટ સબસીડી આપવામાં આવે છે, પરંતુ રાજકોટમાં સર્વિસ સેકટરનો વ્‍યાપ વધુ હોય તેમજ આ સેક્‍ટર મોટા પાયે રોજગારીનું સર્જન કરી રહ્યું હોય તેને પણ નવી ઔદ્યોગીક નિતીનો લાભ મળવો જોઈએ.

(૧૦) વન ડિસ્‍ટ્રીકટ વન પ્રોડકટ (OIDOP) અંતર્ગત રાજકોટના એન્‍જીનીયરીંગ તેમજ એગ્રી પ્રોડકટ ઉદ્યોગોને વિશેષ પ્રકારની સબસીડી મળે તો રાજકોટનો એન્‍જીનીયરીંગ અને એગ્રી ઉદ્યોગ હજુ વિકસી અને એક્ષપોર્ટ હબ બની શકે.

(૧૧) રાજકોટ જીલ્લામાં MSME ઉદ્યોગોને કેન્‍દ્ર સરકારની ક્રેડીટ લીન્‍કડ કેપીટલ સબસીડી (CLCSS) તેમજ પ્રધાનમંત્રી એમ્‍પલોયમેન્‍ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP) યોજનાના લાભો મળતા નથી. સમગ્ર ગુજરાતમાં રાજકોટ જીલ્લામાં આશરે ૧૨ થી ૧૫% MSME એકમો કાર્યરત છે. તેથી સત્‍વરે આ લાભો ફરી શરૂ કરવા ખાસ જરૂરી છે.

(૧૨) ઔદ્યોગીક નિતિ ૨૦૨૦ માં સમગ્ર ગુજરાત માંથી કવોલિટી સર્ટીફિકેશનમાં સહાય મેળવવા ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં ઘણી ફાઈલો પેન્‍ડીંગ છે. આ પોલીસીમાં કોઈ નિર્ણય લેવાના વાંકે ઘણા સમયથી આ કાર્યવાહી ઠપ થઈ ગયેલ હોય. તો આ બાબતે તાત્‍કાલીક યોગ્‍ય કરવું.

(૧૩)  સરકાર દ્વારા મોટી કંપનીઓને આકર્ષવા માટે જે સીગલ વિન્‍ડો ક્‍લીયરન્‍સ અમલમાં છે. સમગ્ર ગુજરાતમાં ૨જીસ્‍ટર MSME આશરે ૨૦ લાખ ઉપરાંત ૨ાજકોટમાં આશરે બે લાખથી વધ MSME રજીસ્‍ટર હોય અને સૌથી વધુ રોજગાર MSME પુરી પાડી રહયો હોવાથી રાજયના તમામ MSME નો સીગલ વિન્‍ડો કલીયરન્‍સમાં સામવેશ કરવો જેથી કરીને વહીવટી પ્રક્રિયામાં સરળતા રહે

(૧૪) ગ્રામ્‍ય વિસ્‍તારમાં નવી થતી ઈન્‍ડસ્‍ટ્રીને હાલમાં સરકારશ્રી તરફથી ઘણાં ફાયદાઓ મળી રહ્યા છે. તેમ છતાં ગ્રામ્‍ય વિસ્‍તારને વધુ વિકાસશીલ બનાવવા માટે આવા ઉદ્યોગોને વધારાના ઈન્‍સેન્‍ટીવ આપવા જોઈએ. જેથી કરીને વિકાસની સાથે રોજગારીનું પણ સર્જન થઈ શકે.

આમ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ પ્રશ્‍નો-સુચનો અંગે ઉદ્યોગ કમિશનરશ્રીએ હકારાત્‍મક અભિગમ દાખવી યોગ્‍ય નિરાકરણ લાવવા ખાત્રી આપેલ છે. તેમ રાજકોટ ચેમ્‍બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવની અખબારી યાદીમાં જણાવેલ છે

(4:16 PM IST)