<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ભગવતીપરાની ૧૭ વર્ષની સગીરા માસીના ઘરે જવા નીકળ્‍યા બાદ ગૂમઃ અપહરણ

ઇન્‍સ્‍ટાગ્રામમાં એક છોકરાની રીલ મુકી હોઇ તે છોકરો ભગાડી ગયાની શંકાઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૧: શહેરના ભગવતીપરા વિસ્‍તારની ૧૭ વર્ષની સગીરા માસીના ઘરે બેરલ લેવા જવાનું કહીને નીકળ્‍યા બાદ ગૂમ થતાં અપહરણનો ગુનો નોંધાયો છે. તેણીની ઇન્‍સ્‍ટાગ્રામ આઇડીમાં એક છોકરાની રીલ જોવા મળી હોઇ આ છોકરો ભગાડી ગયાની શંકા દર્શાવાઇ છે. આ અંગે બી-ડિવીઝન પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે.

 ફરિયાદી મજૂરી કામ કરે છે. તેને બે સંતાન છે. જેમાં દિકરી ૧૭ વર્ષની છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ૨૮મીએ મંગળવારે સવારે દસેક વાગ્‍યે દિકરી મારા ઘરેથી પાટલાસાસુના ઘરે પ્‍લાસ્‍ટીકનું બેરલ લેવા જવાનું કહીને નીકળી હતી. એ પછી હું મારી દવા લેવા સિવિલ હોસ્‍પિટલે ગયો હતો. બપોરે બે વાગ્‍યે પરત આવ્‍યો ત્‍યારે દિકરી ઘરે ન હોઇ મેં ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હતો. આથી મારા પાટલાસાસુને પુછતાં તેણે કહેલુ કે તમારી દિકરી અહિ આવી જ નથી. આ પછી મેં દિકરીને ઠેકઠેકાણે અને સગા સંબંધીને ત્‍યાં શોધખોળ કરી હતી. પરંતુ કોઇ ભાળ મળી નહોતી. માર દિકરીના ઇન્‍સ્‍ટાગ્રામમાં એક આઇડીમાં કલ્‍પેશ ઠાકોર લખેલુ જોવા મળ્‍યું હોઇ કદાચ આ શખ્‍સ સાથે તે હોવાની મને શંકા છે. પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં એએસઆઇ જે. એમ. ઝાલાએ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(4:06 PM IST)