તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Wednesday, 30th July 2025
ચોમાસુ રાજકોટમાં જામ્યુ નહિ પરંતુ વીજ તંત્રની બાવન ટીમો શહેરમાં ફરી વળીઃ ૯૪૦ કિ.મી. લાઇનનું રીપેરીંગ કર્યુ
૪૦૦૦ ટ્રાન્સફોર્મરનું તો ૩ર૭માંથી ૧ર૭ ફીડરોમાં અનેક ફેરફારો કરાયા ખુદ એમડી શ્રી કેતન જોષી અને બે ચીફ ઇજનેરો ફીલ્ડમાં: અનેક સાધન સામગ્રી બદલાવાઇ

રાજકોટ તા. ૩૦ :.. જુલાઈ - ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરમાં પી.જી.વી.સી.એલ.ની જુદી-જુદી બાવન ટીમો તેમજ ૨૧૦ જેટલા કર્મચારીઓએ ૯૪૦ કિમીથી વધુની લાઈનનું સમારકામ કર્યું છે.
સામાન્ય કે અતિભારે વરસાદ દરમિયાન પણ નાગરિકોને વીજ પુરવઠો મળતો રહે તે માટે વીજ વિભાગના કર્મચારીઓ ખડેપગે રહે છે.
વીજળી વગર ઘર કે ઓફિસમાં દિવસે પણ અંધારપટ છવાઈ જાય છે. ગળહિણીઓ, કર્મચારીઓ, વેપારીઓ સહિત તમામની કામગીરી વીજળી વગર ઠપ્પ થઈ જાય છે. ત્યારે આ વ્યવસ્થા ખોરવાઈ નહીં તથા સામાન્ય નાગરિકોને વીજ પુરવઠા મેળવવામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે વીજ વિભાગના કર્મચારીઓ ફૂંકાતા પવન સાથે વરસતા વરસાદમાં પણ થાંભલે ચડીને શહેરમાં ઉજાસ પાથરવા દિવસ-રાત કટિબદ્ધ છે.
પી.જી.વી.સી.એલ. રાજકોટ શહેર વર્તુળ કચેરી દ્વારા ચોમાસાંની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરમાં ભારે દબાણવાળી આશરે ૫૪૦ કિ.મી.ની લાઈનોનું સમારકામ, હળવા દબાણવાળી ૪૦૦ કિ.મી.ની લાઈનોનું સમારકામ તેમજ આશરે ૩૯૫૪ ટ્રાન્સફોર્મરનું સમારકામ હાથ ધરાઈ રહ્યું છે.
શહેરમાં નાગરિકોને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળતો રહે તે માટે ૧૧ કે.વી.નાં ૩૨૭ ફીડરો પૈકી ૧૭૮ ફીડરોમાં સમારકામની કામગીરી પૂર્ણ કરાઈ છે.
શહેરી વર્તુળ કચેરી દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં નડતરરૂપ ઝાડની ડાળીઓ કાપવી, જર્જરિત જમ્પરના સમારકામ, એ.બી. સ્વીચ સમારકામ, ઢીલા વાયરોનું રીસ્ટ્રીન્ગીંગ કરવું, જર્જરિત વાયર બદલવા, પિન ઇન્સ્યુલેટર અને ડીસ ઇન્સ્યુલેટર બદલવા તેમજ ગાડશ્નગ અને રી-ગાડશ્નગ કરવું સહિત વીજ પુરવઠાને લગતી કામગીરી કરવામાં આવી છે.
આ ઉપરાંત હળવા દબાણવાળી લાઈનના કામોમાં ડીપાર્ટમેન્ટલ સ્ટાફ તેમજ કોન્ટ્રકટરની ટીમો દ્વારા સંયુક્તરૂપે સંલગ્ન સબ ડિવિઝનના અધિકારીશ્રીઓની સીધી દેખરેખ હેઠળ કામ કરવામાં આવ્યું છે. જેમાં સમારકામના દિવસે ડીપાર્ટમેન્ટની અંદાજીત ૨૦ ટીમ અને ૬૦ કર્મચારીઓ તેમજ કોન્ટ્રકટરની અંદાજીત ૧૫ ટીમ ૭૦ કર્મચારીઓએ નડતરરુપ ઝાડની ડાળીઓ કાપવી, એલ.ટી. એ.બી. કેબલ સ્ટ્રીંગીંગ અને નવા ડ્રોપર કરવા, એલ.ટી. ખ્ગ્ કેબલ બદલવા, જર્જરિત અને ખુલ્લા ડિસ્ટ્રીબ્યુશન બોક્ષની જગ્યાએ નવા ડિસ્ટ્રીબ્યુશન બોક્ષ મુકવા, સર્કિટ કેબલ ફયુઝ સાથે બદલવા, બહુમાળી ઈમારતોનાં જર્જરિત વાયરીંગ સાથેના લોખંડની મીટર પેટીઓની બદલી સહિત કામગીરી કરાઈ રહી છે. જેમાં વીજ સલામતીયુક્ત વાયરીંગવાળુ બ્યુટીફીકેશન વર્ક તેમજ થાંભલા પર ચડેલા વેલા દુર કરવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત ૩૯૫૪ ટ્રાન્સફોર્મરનાં સમારકામમાં ડીપાર્ટમેન્ટલ સ્ટાફ તેમજ કોન્ટ્રકટરની ટીમો દ્વારા સંયુક્ત રૂપે કામગીરી કરવામાં આવી હતી. જેમાં નડતરરૂપ ઝાડની ડાળીઓ કાપવી, ટ્રાન્સફોર્મર પરના જર્જરિત સ્ટડ બદલાવાની, નબળા જમ્પરનું સમારકામ, ટીસીના નબળા અથશ્નગનું સમારકામ કરી કાર્યક્ષમ અથશ્નગ બનાવવા, ટ્રાન્સફોર્મરની ફરતે આવેલી ફેન્સીંગની અંદરના ભાગે સફાઈની કામગીરી, વેલા દુર કરવાની કામગીરી સહિતના કામો કરાઈ રહ્યાં છે.
વીજ પુરવઠાને લગતી ફરિયાદો માટે ગ્રાહક કોલ સેન્ટર તેમજ સબ ડિવિઝન કચેરીઓ ખાતે ફોલ્ટ સેન્ટર પૂરતા સ્ટાફ સાથે ૨૪ કલાક ચાલુ રાખવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા નિયમિત તેનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને ગુણવત્તાસભર પાવર સતત મળતો રહે તે માટે મેનેજિંગ ડિરેક્ટરશ્રી કે.પી. જોષી સમયાંતરે આ કામગીરીની સમીક્ષા કરી ફિલ્ડમાં રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી રહ્યા છે, તેમજ મુખ્ય ઈજનેર (ટેક) શ્રી પી.જે.મહેતા તેમજ મુખ્ય ઈજનેર (પ્રોજેકટ) શ્રી આર. જે. વાળા દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
(3:44 PM IST)










