તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
શિવમ પાર્ક સોસાયટીમાં ટીપરવાન અનિયમિતઃ કર્મીઓ બરતરફઃ એજન્સીને ૧૪ હજારનો દંડ
વોર્ડ નં.૬માં ડે. કમિશનર મનીષ ગુરવાનીનું ચેકીંગ : શિક્ષાત્મક કાર્યવાહી : સફાઇ કામદારોની હાજરીની સમીક્ષાઃ કોલ સેન્ટરની ફરિયાદોનો રિવ્યુ : સ્થાનીકો સાથે વાતચિત

રાજકોટ, તા. ૩૦ : મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની(IAS)એ આજે વોર્ડ નં.૬માં સફાઈ કામગીરીનું મોનીટરીંગ કર્યું હતું જેમાં, વોર્ડ નં.૬માં આવેલના નાગરિકો દ્વારા કોલ સેન્ટરમાં આવતી ફરિયાદોનો રીવ્યુ કર્યો હતો. વોર્ડ નં.૬માં સફાઈ કામદારોની હાજરીની સમીક્ષા કરી તેમજ આ જ વોર્ડમાં ટીપરવાનની અનિયમિતતા બદલ એજન્સીના સ્ટાફને ટર્મિનેટ કરી એજન્સીને રૂ.૧૪ હજારની પેનલ્ટી કરી હતી.
નાયબ મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડ નં.૬ની વિઝીટ દરમ્યાન રહેવાસીઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ નાગરિકો દ્વારા કોલ સેન્ટરમાં કરવામાં આવતી ફરિયાદોનો રીવ્યુ કર્યો હતો. આ જ વોર્ડમાં સફાઈ કામગીરી કરતા સફાઈ કામદારોની હાજરીની ચકાસણી કરી હતી તેમજ આજ વોર્ડમાં શિવમ પાર્ક સોસાયટી વિસ્તારમાં ટીપરવાનની અનિયમિતતા બાબતે ફરિયાદ મળતાં ફરિયાદ અંગેના તથ્યો તપાસી એજન્સીના સ્ટાફને ટર્મિનેટ કરવામાં આવેલ તથા એજન્સીને રૂ.૧૪ હજાર ની પેનલ્ટી કરવામાં આવેલ.
નાયબ કમિશનરની આ ફેરણી દરમિયાન તેમની સાથે સિટી એન્જી., નાયબ પર્યાવરણ ઈજનેર, વોર્ડ ઓફિસર સહિતના અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતાં.
(3:55 PM IST)










