<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ડેન્‍ગ્‍યુ, મેલેરીયા-ચિકનગુનીયાને નાથવા મનપા મેદાનેઃ ૪ ઓગષ્‍ટથી વોર્ડ વાઇઝ ટીમો ઉતરશે

વાહકજન્‍ય રોગ નિયંત્રણ હેઠળ વન-ડે, વન-વોર્ડ કાર્યક્રમઃ ૧૮ વોર્ડમાં સઘન ઝુંબેશઃ શુક્રવારથી કામગીરીનો પ્રારંભ

રાજકોટ, તા. ૩૦: મનપા દ્વારા વાહકજન્‍ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્‍વયે ‘વન - ડે - વન - વોર્ડ કાર્યક્રમ' અંતર્ગત તમામ ૧૮ વોર્ડમાં વાહકનિયંત્રણની સઘન ઝુંબેશ.

તા.૧ ઓગષ્‍ટને શુક્રવારના રોજ તમામ વોર્ડમાં આ કામગીરીનો શુભારંભ કરાશે. જેમાં ૫દાઘિકારી તથા કોર્પોરેટરઓ ઉપસ્‍થિત રહેશે.

આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્‍યુનિસિ૫લ કમિશનર તુષાર ડી. સુમેરા (IAS), શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક  મનીષભાઈ રાડીયા,આરોગ્‍ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલે એક સંયુકત યાદીમાં જણાવે છે કે ચોમાસાની ઋતુ દરમ્‍યાન વાહકજન્‍ય રોગો ખાસ કરીને ડેન્‍ગ્‍યુ, મેલેરિયા, ચિકુનગુનિયાને રોગોનું ઙ્કમાણ વધતું હોય છે. આથી આવા રોગોના નિયંત્રણ માટે સઘન વાહકનિયંત્રણ કામગીરી કરવી આવશ્‍યક છે.

ચોમાસાની ઋતુમાં મચ્‍છર ઉત્‍પતિ સ્‍થાનોમાં વધારો થતો હોય છે આથી સઘન ઝુંબેશ દ્વારા મચ્‍છર ઉત્‍પતિ સ્‍થાનો દૂર કરી ડેન્‍ગ્‍યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે ‘વન - ડે - વન - વોર્ડ' કાર્યક્રમ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખા દ્વારા આરોગ્‍યલક્ષી કાર્યક્રમનું આયોજન કરેલ છે.

આ ‘વન - ડે - વન - વોર્ડ' ઝુંબેશનો શુભારંભ શહેરના તમામ ૧૮ વોર્ડની મુખ્‍ય ઓફિસથી તા.૦૧ ઓગષ્‍ટના રોજ કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ૫દાઘિકારીઓ સહિત તમામ વોર્ડના કોર્પોરેટરઓ પોતપોતાના લગત વોર્ડમાં રહિ ઝુંબેશનો શુભારંભ કરાવશે. ત્‍યારબાદ પ્રોગ્રામ મુજબના વોર્ડમાં એક દિવસમાં એક વોર્ડમાં તમામ આરોગ્‍યની ટીમો મુકીને ટીમ વર્કથી ઝુંબેશ સ્‍વરૂપે વાહક નિયંત્રણની તમામ કામગીરી કરવામાં આવશે.

વન - ડે - વન - વોર્ડ કાર્યક્રમ અંગર્તત ઓગષ્‍ટ માસમાં તા. ૦૪ વોર્ડ નં. ૧, તા. ૦૫ વોર્ડ નં. ૨, તા. ૦૬ વોર્ડ નં. ૪, તા. ૦૭ વોર્ડ નં. ૮, તા. ૦૮ વોર્ડ નં. ૩, તા. ૧૧ વોર્ડ નં. ૫, તા. ૧૨ વોર્ડ નં. ૯, તા. ૧૩ વોર્ડ નં. ૭, તા. ૧૪ વોર્ડ નં. ૬, તા. ૧૮વોર્ડ નં. ૧૦, તા. ૧૯ વોર્ડ નં. ૧૩, તા. ૨૦ વોર્ડ નં. ૧૫, તા. ૨૧ વોર્ડ નં. ૧૧, તા. ૨૨ વોર્ડ નં. ૧૪, તા. રપ વોર્ડ નં. ૧૬, તા. ૨૬ વોર્ડ નં. ૧૨, તા. ૨૮ વોર્ડ નં. ૧૭, તા. ૨૯ વોર્ડ નં. ૧૮.

આ ઝુંબેશ દરમ્‍યાન ૪૬૫ અર્બન ASHA, ૧૧૪ MPHW, ૪૦મેલેરિયાના ફિલ્‍ડવર્કર, ૫૧ વેકટર કંટ્રોલ ટીમ દ્વારા પ્રોગ્રામ મુજબના વોર્ડમાં આરોગ્‍યલક્ષી કામગીરી કરશે ઉપરાંત

પોરાનાશક કામગીરી, પેરાડોમેસ્‍ટિક કામગીરી, બાયોલોજીકલ કંટ્રોલની કામગીરી, ફોગીંગ કામગીરી, કોર્મશીયલ પ્રિમાઇસીસની મુલાકાત, આરોગ્‍ય શિક્ષણ સહિતની કામગીરી કરાશે.

મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્‍યુનિસિ૫લ કમિશનર તુષાર ડી. સુમેરા (IAS), શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, આરોગ્‍ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ શહેરના તમામ નાગરિકોને આ ઝુંબેશમાં સહભાગી થવા તેમજ પોતપોતાના વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા જાળવવા અને આરોગ્‍ય વિભાગની ટીમોને સહયોગ આ૫વા અનુરોઘ કરવામાં આવ્‍યો છે

(3:58 PM IST)