<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

વિજયભાઈ રૂપાણીનો શનિવારે જન્‍મદિનઃ બાલાજી મંદિરે મારૂતિયજ્ઞ-મહારક્‍તદાન કેમ્‍પ

 

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણીની અખબારી યાદીમાં જણાવ્‍યું હતુ કે, ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઇ રૂપાણી ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ વિમાન દુર્ઘટનામાં મૃત્‍યુ પામ્‍યા હતા જે માનવા હજી સુધી હૈયુ તૈયાર નથી. તેઓના જન્‍મદિને મારૂતિ યજ્ઞ અને મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

સદ્‌ગત રૂપાણીજીનુ રૂણ ક્‍યારેય નહી ચુકવી શકાય પરંતુ આવનારી તા.૨ ઓગસ્‍ટના શનિવારના રોજ તેમની ૬૯મી જન્‍મજયંતી નિમિત્તે શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલ તાબા સંચાલિત બાલાજી હનુમાનજી મંદિરના પટાંગણમાં મારૂતીયજ્ઞ, તેમજ સૌરાષ્ટ્ર વોલન્‍ટરી બલ્‍ડ બેંકના સહયોગથી સવારે ૯ થી સાંજના ૬ વાગા સુધી મહારક્‍તદાન કેમ્‍પ નુ આયોજન કરવામા આવ્‍યુ છે. તેમ કોઠારી વિવેકસ્‍વામી, સ્‍વા. મંદિર કોઠારી રાધારમણ સ્‍વામી તેમજ સંત મંજળ અને યજમાન પદ સ્‍વીકારનાર ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણીએ યાદીના અંતમાં જણાવાયું છે

(12:42 PM IST)