News of Thursday, 31st July 2025
શીતળા સાતમ : રાજકોટના સામાકાંઠે શીતળા માતાના મંદિરે મેળા જેવો માહોલ

રાજકોટ : આજે શ્રાવણ સુદ સાતમ છે. જે શીતળા સાતમ કે નાની સાતમથી ઓળખાય છે. આ દિવસે બહેનો શ્રી શીતળા માતાજીના મંદિરે જઇ પૂજા અર્ચન કરી કુલેરની પ્રસાદી જારે છે. ઘર પરિવારમાં સૌ કોઇને આંખ માથુ કયારેય ન દુઃખે તે માટેની કામના કરે છે. આ દિવસે ટાઢુ ભોજન ગ્રહણ કરવાનું વ્રત પણ રાખવામાં આવે છે. એટલે આ સાતમને ટાઢી સાતમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં શીતળા માતાના મંદિરે મેળાવી માહોલ જામે છે. રાજકોટમાં પણ સામા કાંઠે આવેલ સુપ્રસિધ્ધ શ્રી શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમે મેળા જેવુ વાતાવરણ જોવા મળે છે. મંદિરને વિશેષ શોભા કરવા સાથે બહારના મેદાનમાં બાળકો માટે ચકરડી સહીતની નાની રાઇડસ અને રકડાનું વેંચાણ કરનારાઓના જમાવડો થવાથી મીની મેળાનો માહોલ સર્જા છે. તસ્વીરમાં રાજકોટના શ્રી શીતળા માતાજીના મંદિરે દર્શન પૂજા માટે ઉમટી પડેલ બહેનો અને મેળાવી માહોલ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:24 PM IST)










