તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
મનપા પાલતુ શ્વાનનું કરશે રજીસ્ટ્રેશન
ટુંક સમયમાં કાર્યવાહીનો થશે પ્રારંભ : પાડોશીની મંજુરી જરૂરી

રાજકોટ, તા.,૩૦ : શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ અવાર નવાર જોવા મળી રહ્યો છે. પરંતુ પેટડોગ એટલે કે પાલતુ ヘાનો મોટાભાગે શાંત હોય છે. કારણકે તેમને ટ્રેઇન કરવામાં આવતા હોય. તેમજ આ પ્રકારના ડોગ બહાર જોવા મળતા નથી પરંતુ અમૂક પ્રજાતીના પાલતુ ヘાન કયારેક હિંસક બની જતા હોવાના બનાવો તાજેતરમાં બનવા લાગ્યા છે. જેમા તાજેતરમાં સુરતમાં પાલતુ ヘાને એક બાળકીનો ભોગ લેતા મહાનગરપાલિકા દ્વારા ヘાન પાળનાર માલિકો સામે કાયદાનો દંડો ઉગામી નિયમો તૈયાર કરવામાં આવ્યા છે.
જેની અમલવારી અમદાવાદ, મોરબી અને સુરત મહાનગરપાલિકાએ શરૂ કર્યા બાદ હવે રાજકોટ મનપા પણ આ મુદે તમામ પાલતુ ヘાનોના રજિસ્ટ્રેશનન અને નિયમો માટે તૈયારીઓ શરૂ કરી અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરીના નિયમોનુ લિસ્ટ મંગાવવામાં આવ્યુ હોવાનુ અને ટૂંક સમયમાં રાજકોટમાં પણ તેની અમલવારી શરૂ કરવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ પેટડોગના રજિસ્ટ્રેશન અને પાળના માલિકોએ નિયમોની અમલવારી કરવા સહિતના મુદે તૈયારીઓ આરંભી છે. સુરતની ઘટના બાદ અમદાવાદ અને મોરબી મહાનગરપાલિકાએ પાલુત ヘાન અંતર્ગત નિયમોની અમલવારી શરૂ કરી છે.
જેમાં ખાસ કરીને ヘાન પાળનાર માલિકે પોતાની અને ヘાનની તમામ વિગતો આપવાની સાથોસાથ રજિસ્ટ્રેશનન સમયે પોતાના રહેણાંકની આસપાસના પાડોશીઓની મંજૂરી આપતો લેટર પણ રજિસ્ટ્રેશનમાં સામેલ કરવાનો રહેશે અને માલિક પાસે કેટલા સમયથી ヘાન છે. તેમજ પાડોશીઓના મંજૂરી લેટરમાં ઉપરોકત ヘાન દ્વારા કોઇજાતનો ત્રાસ અનુભવતા નથી આ ヘાન હિંસક પ્રજાતીનો ન હોવા સહિતની વિગતો લખવાની રહેશે.
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની નિર્દેશનો, એનિમલ વેલ્ફર બોર્ડ ઓફ ઇન્ડિયાની વખતો વખતની ગાડલાઇન ધી કળઅલ્ટી ટુ એનિલમ એકટ ૧૯૯૦ દ્વારા પ્રસિદ્ધ થયેલ એનિલમ બર્થ કંટ્રોલ ડોગસ રૂલ્સ ૨૦૨૩ તથા નેશનલ એકશન પ્લાન ફોર ડોગ મીડીટીએડ અંતર્ગત પાલતુ ヘાન રજિસ્ટ્રેશન ફરિજયાત કરવાનુ રહેશે અને આ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર અપીલ કરી ટૂંક સમયમા પાલતુ ડોગ નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવશે.
(4:17 PM IST)










