તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
મોરબી રોડ વિસ્તારની ટીપી સ્કીમ ૧૪નાં રસ્તાના કબજા સંભાળી સુવિધા આપો
અસરકર્તા ખાતેદારો દ્વારા મેયર નયનાબેનને પત્ર પાઠવી આ અંગે યોગ્ય કરવા રજુઆત

રાજકોટ, તા.,૩૦ : મોરબી રોડ ઉ૫ર મંજૂર થઇ ગયેલ ટીપી સ્કીમ નં.૧૪માં આજ સુધી રોડ રસ્તાનો કબજો ન લેવાતા અને આ વિસ્તારને ભૂર્ગભ, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ આજ સુધી ન મળતા આ ટીપી સ્કીમ હેઠળ આવતા ખેડૂત ખાતેદારો દ્વારા આજે મેયર નયનાબેન પેઢડીયાને પત્ર પાઠવી રજૂઆત કરી, ૨૦ વર્ષ પહેલા મંજૂર થયેલ ટીપી સ્કીમના વિસ્તારોનો વિકાસ ઝડપી થાય તેમ જણાવ્યુ હતું.
આ અંગે ખાતેદારોએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, મોરબી રોડ ઉપર ૨૦ વર્ષ પહેલા મંજૂર થયેલ ટીપી સ્કીમ ૧૪ હેઠળ આવતા ખેડૂત ખાતારોએ આજ રોજ મેયરને રજૂઆત કરી જણાવેલ ક રાજકોટ ટી.પી.નં. ૧૪ ના અસર કર્તા ખાતેદાર ખેડુતો છીએ. રાજય સરકાર દ્રારા ૨૦૦૧માં ડ્રાફ પાસ કરવામાં આવેલ છે. અમારી ખેતીની જમીન આ યોજનામાં આવરી લેવામાં આવી છે અમારી જમીનમાં પસાર થતા ટી.પી. રોડનો કબ્જો અમારી સહમતીથી તા.૨૦/૨૧/રર નવેમ્બર ૨૦૦૫ માં અમો ખેડુતો એ સોપી આપેલ છે. શહેરી વિકાસ અધી નિયમ કલમ ૪૮(ક) (૧)ની ક્રમાંક અમલ થયા આ રસ્તાનો કબ્જો રાજકોટ મ્યુ. કોર્પોરેશનનો આવેલ છે.
વધુમાં જણાવેલ હતું કે આ રસ્તાનો મેટલીગ કરી રસ્તા ખુલ્લા કરવા જેથી વિકાસનો અર્થ સરે જે અમારી જમીનમાં આપે કહેલા વિકાસ થઈ શકે અને ટાઉનપ્લાનીગ થઈ શકે. ૧૪ વર્ષ પહેલા રસ્તાનો કબ્જો અમોએ રાજી ખુશીથી સોપેલ છે અને આ રસ્તા ખોલવામાં ઘણો વિલંબ થયો હોય યોજનાનો સાચો હેતુ સરતો નથી તો અમારી અરજ છે સત્વરે આ માંગ અમારી આપ પુરી કરવા વિનંતી હાલ મંજુર થયેલ ટી.પી. સ્કીમ નં-૧૪ રાજકોટના અસરકરતા ખેડુત ખાતેદારો દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે આ યોજનામાં તેમની ખેતીની જમીન આવરી લેવામાં આવેલ છે અને રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૧માં ડ્રાફટ કરી તેમજ ટી.પી. સ્કીમ યોજનામાથી પસાર થતાં ટી.પી. રોડનો કબજો અમે ખેડૂતોએ નવેમ્બર ૨૦૦૫માં સોપી આપેલ છે તેથી આ વિસ્તારનો વિકાસ કરવા તાત્કાલિક ધોરણે, કબજા રોજકામ કરી આપવા, અને ટી.પી.ના ડામર રોડ પાક્કા કરી આપવા તેમજ ટી.પી.ના તમામ રોડ પર સ્ટ્રીટલાઈટ કરી આપવા અને ટી.પી.ના તમામ રોડ ઉપર વળક્ષારોપણ અને ટી.પી. સ્કીમમાં આવતા બાગ બગીચા તેમજ ભુગર્ભ ગટર અને પીવાના પાણી માટે નળ વગેરે પાયાની સુવિધાઓ તાત્કાલિક ધોરણે ડેવલોપ કરી આપવા માંગ કરી હતી.
(2:31 PM IST)










