<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

છલક છલાણુઃ હેલ્‍મેટનું ગાણું

કેન્‍દ્ર સરકાર, રાજ્‍ય સરકારને, રાજ્‍ય સરકાર મોટા સીટીનાં આરટીઓ કે પોલીસ કમિશ્‍નરોને સૂચના આપે ફરજિયાત હેલ્‍મેટ પહેરાવો. પબ્‍લીકને મંજુર નથી તોય પહેરાવો.. કોનું રક્ષણને લાભ માટે કોઈ જોતુ નથી!!!

હેલ્‍મેટ  નહિ પહેરવાના ફાયદાઃ-(૧) ગરમ પ્રદેશમાં કદી નાં પહેરાય.(૨) માથાને ફ્રેશ હવા મળે તો માનવ તેનું કામ આરામથી કરી શકે. (૩) નાના કે મોટા માટે ફરજિયાત કદી ના કરાય. સીનીયર સીટીઝન માટે તો કદી નહી. (૪) બહાર નીકળતાં પર્સ, થેલી, થેલા પણ ભૂલી જવાય છે તો હેલ્‍મેટ ભુલી જવાને પાંચ કિ.મી. દુર ગયા તો બીજે દિવસે શું કરવું? (૫) હાઈ-વે ઉપર બને પણ સીટીમાં કોઈ હેલ્‍મેટ વગર મરી ગયું તે સાંભળ્‍યું નથી (૬) સ્‍ત્રીઓ-પુરૂષો-યુવાનો માટે હેલ્‍મેટ એક ગંભીર ઝંઝટ છે. ઉલ્‍ટાનાં આજુબાજુ કંઈ દેખાશે નહિ તો ઝગડા કે અકસ્‍માત વધશે. (૭) રાજકોટનો ટ્રાફિક ફાસ્‍ટ છે. કોઈ ટ્રાફીક બ્રીગેડીયર સોલ્‍વ કરી શકતો નથી તો હવે હેલ્‍મેટ અંગેની કામગીરી કેવી રીતે કરાશે? (૮) શિયાળામાં ટોપી-મોજા પહેરી હેન્‍ડગ્‍લોઝ પણ લાંબો ટાઈમ પહેરી શકતા નથી. તો આ તો ભારેખમ ટોપો! આરોગ્‍યને નૂકશાન જ કરે. (૯) મોટા અધિકારીઓ તો ફોર વ્‍હીલમાં ફરતા હોય તેને આ ટુ-વ્‍હીલરોને હેલ્‍મેટની પરેશાની માલૂમ નહિ પડે.(૧૦) જે કંઈ થાય છે તે સ્‍પીડથી થાય છે ઓવરટેકથી થાય છે. કોઈ માથાભારેના ફાસ્‍ટ ડ્રાઈવિંગથી થાય છે. તો બધી પબ્‍લીક કે જે નિર્દોષ છે તેને સજા શા માટે??? (૧૧)કાયદો લાવવો, ફરજિયાત બનાવવો દંડ વસૂલવો, ગરીબ કે મધ્‍યમ વર્ગને સજા કરાવીને પછી પબ્‍લીકનો વિરોધનો જુવાળ જોતા અને ઉપવાસ આંદોલન થતા મોકુફ રાખવો એ કેવી રાજનીતિ??

 કરવા જેવું કામઃ (૧) સીઝ્‍નલનું ઉલ્લંઘન કરતા રોકો, ત્‍યાં જ દંડ ફટકારો. (૨)મોબાઈલમાં ટાઈમ પાસ કરતાં ટ્રાફીક બ્રીગડીપરોને સજાગ કરો, સજા કરો. (૩) કાયમી સારો અભિપ્રાય ધારી ટ્રાફિક બ્રીગેડીયરને ઈનામથી નવા જો (૪) વાંરવાર ભરતી કરી ફોજ વધારવાં કરતાં ભરતી થયેલા પાસે તાલીમબધ્‍ધ કામ લો. તેમને વિવેક અને શિક્ષા શીખવવી પડે.

આ જનતાના હિતમાટે છે સીનીયર સીટીઝનની રક્ષા કરો. ફાસ્‍ટ ડ્રાઈવરોને સજા કરો. યુવા પેઢીના ડ્રાઈવીંગને નાથવા પ્રયાસ કરો.

-પ્રદિપકુમાર એ.ટોલીયા - રાજકોટ

(4:17 PM IST)