<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

કલેકટર દ્વારા ધડાધડ ર૩૧ કેસોની સૂનાવણી : ૭૧ કેસો ઠરાવ પર લેવાયા : હવે થી ત્રણ દિવસ બોર્ડ

ઠરાવ પર લેવાયેલ ૭૧ કેસમાં રાજવી પરિવાર માંધાતાસિંહજીના ૬ કેસોનો સમાવેશ

રાજકોટ, તા. ૩૧ :  જિલ્લા કલેક્‍ટર ઓમ પ્રકાશ દ્વારા રેવન્‍યુ બોર્ડની કામગીરીમાં વેગ લાવવા માટે મહત્‍વનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. હવેથી રેવન્‍યુ બોર્ડ અઠવાડિયામાં બે દિવસને બદલે ત્રણ દિવસ કાર્યરત રહેશે. આ બેઠકો બુધવાર, ગુરુવાર અને શુક્રવારના રોજ યોજાશે. આ અઠવાડીયે વધુ એક સ્‍પે. બોર્ડ શનિવારે ખાસ બોલાવાયું છે.

કલેક્‍ટરે આ અંગે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, અત્‍યાર સુધીમાં કુલ ૨૩૧ જેટલા રેવન્‍યુ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી ૭૧ જેટલા કેસોનો નિકાલ કરીને તેમને ઠરાવ ઉપર લેવામાં આવ્‍યા છે. આ કેસોમાં રાજવી પરિવાર માંધાતાસિંહજીના જમીન તકરારના છ જેટલા કેસોનો પણ સમાવેશ થાય છે, તકરારી નોંધતા આ કેસો છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, જ્‍યાં સુધી રેવન્‍યુના તમામ પેન્‍ડિંગ કેસોનો નિકાલ નહીં થાય ત્‍યાં સુધી અઠવાડિયામાં ત્રણ દિવસ રેવન્‍યુ કેસોની સુનાવણી ચાલુ રાખવામાં આવશે.

(4:18 PM IST)