<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

પેટીસ બનાવવા દાઝીયા તેલનો ઉપયોગઃ ૨૨ કિલોનો નાશ

મનપા દ્વારા અંબિકા ટાઉનશીપ રોડ વિસ્‍તારના ૧૭ ખાણી-પીણીના ધંધાર્થીઓને લાઇસન્‍સ અંગે સૂચના : ગાંધીગ્રામ વિસ્‍તારના ઠક્કર ગૃહ ઉધોગ તથા રાજશકિત ફરસાણ દ્વારા લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડાઃ બંને પેઢીમાંથી ઓઇલ, ફરાળી લોટ, ફરાળી ચેવડો તથા પેટીશના નમુના લેતી ફૂડ શાખા : ફુડ શાખાના ફરસાણ- ફરાળી ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકોને ત્‍યાં દરોડા

 

રાજકોટઃ મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકો તથા વિક્રેતાઓને ત્‍યાં ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અલગ-અલગ વિસ્‍તારોમાં ફરસાણ તથા ફરાળી વાનગી ઉત્‍પાદકોને ત્‍યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)(૨.૧૯)

રાજકોટ તા.૩૧: શ્રાવણ માસ નિમિતે ફારાળી ખાદ્યચીજોનો વ્‍યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્‍તારમાં ફરાળી ખાદ્યચીજો અંગે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ગાંધીગ્રામ, એસ. કે. ચોક, મુકામે આવેલ ફરાળી પેટીસનું ઉત્‍પાદન કરતી ‘ઠક્કર ગળહ ઉદ્યોગ' પેઢીની તપાસ કરવામાં આવેલ. પેઢીની તપાસ દરમિયાન સ્‍થળ પર પેટીસના ઉત્‍પાદન માટે ઉપયોગમાં લેવાતું ૧૨ કિગ્રા દાઝીયું તેલ મળી આવતા સ્‍થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ સ્‍થળ પરથી ફરાળી પેટીસ માટે ઉપયોગમાં લેવાતા કુકીંગ ઓઇલ તથા ફરાળી લોટ (પેટીસ માટેનો) નમૂના લેવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ગાંધીગ્રામ, એસ. કે. ચોક, મુકામે આવેલ ‘રાજશક્‍તિ ફરસાણ' ની તપાસ કરવામાં આવેલ. પેઢીની તપાસ દરમિયાન સ્‍થળ પર  ફરાળી પેટીસના ઉત્‍પાદન માટે ઉપયોગમાં લેવાતું ૧૦ કિ.ગ્રા. દાઝીયું તેલ મળી આવતા સ્‍થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ સ્‍થળ પરથી ફરાળી પેટીસ તથા ફરાળી ચેવડાના નમૂના લેવામાં આવેલ.

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ ફરાળી ખાદ્યચીજોના કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ. જેમાં કુકીંગ ઓઇલ (વપરાશમાંથી- લુઝ) અને ફરાળી લોટ (ફરાળી પેટીસ માટેનો) (લુઝ): સ્‍થળ - ‘ઠક્કર ગળહ ઉદ્યોગ', એસ. કે. ચોક, ગાંધીગ્રામ, ફરાળી ચેવડો (લુઝ) તથા ફરાળી પેટીશ (લુઝ) - રાજશક્‍તિ ફરસાણ, એસ. કે. ચોક, ગાંધીગ્રામ ખાતેથી નમુના લેવાયા હતા.

ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના જય પાર્ક રોડ, જીવરાજ પાર્ક-અંબિકા ટાઉનશીપ રોડ વિસ્‍તારમાં ખાધ્‍યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૭ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૧૭ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઆમાં પટેલ, પટેલ પાઉંભાજી & પુલાવ , ગુરુકળપા ડેરી ફાર્મ , સ્‍વરુચી પાણીપૂરી, જી-ફ્રેશ આઇસ્‍ક્રીમ, મહાજન ફરસાણ,ગેલેક્‍સી સોડા શોપ, શ્રીજી માર્ટ,મારુતિ મેડિકલ સ્‍ટોર, ઉમિયાજી સોડા શોપ, પુષ્ટિ પ્રોવિઝન સ્‍ટોર, ઓમ પ્રોવિઝન સ્‍ટોર, ક્રિષ્‍ના જનરલ સ્‍ટોર, મારુતિ આઇસ્‍ક્રીમ , ઉમા કોલ્‍ડ્રિંક્‍સ, ક્રિષ્‍ના કોલ્‍ડ્રિંક્‍સ તથા  આનંદ પ્રોવિઝન સ્‍ટોરને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.(૨.૧૯)

(3:43 PM IST)