તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
રવિવારે લક્ષ્મીવાડી હવેલીમાં ધોધમાર વરસાદ...‘સાવનભાદો'અલૌકીકના દર્શનની ઝાંખી

રાજકોટઃ આગામી તા.૦૩ ઓગસ્ટને રવિવારે શ્રી મદનમોહન હવેલી, લક્ષ્મીવાડીમાં સાવન ભાદો ઉત્સવ ઉજવવામાં આવશે.
શ્રી મદનમોહન પ્રભુના સુખાર્થે સપ્તમ પીઠાધીશ્વર પુ.પા.ગો.શ્રી ૧૦૮ વ્રજેશકુમારજી મહારાજશ્રીની આજ્ઞા એવમ પૂ.ગો.શ્રી અનિરૂધ્ધલાલજી મહોદયશ્રી, પૂ.રષેશકુમારજીના સાનિધ્યમાં તા.૩/૮ રવિવારના રોજ સાંજે ૫ થી ૮ ‘‘સાવન ભાદો''ના અલૌકિી દર્શનની ઝાંખી થશે. ઘનઘોર વરસાદી વાતાવરણ, વિજળીના કડાકા-ભડાકા, પક્ષીઓના કલરવ વચ્ચે પૂર્ણ પ્રસન્નતામાં બિરાજતા શ્રી મદનમોહન પ્રભુની ઝાંખીનો અલૌકિક આનંદ લેવા વૈષ્ણવસૃષ્ટિને વ્રજધામ ગ્રુપ દ્વારા આમંત્રણ અપાયું છે.
વ્રજધામ ગ્રુપના ગોવિંદભાઈ દાવડા, હિતેષભાઈ રાજપરા, સુભાષભાઈ શીંગાળા, હર્ષદભાઈ ફીચડીયા, ગૌરવભાઈ આડસરા, વિપુલભાઈ કંસારા, સમીરભાઈ શીંગાળા, અશ્વિનભાઈ વડગામા, જતીનભાઈ પારેખ, ભરતભાઈ કોંઢિયા તેમજ સજાવટ ગ્રુપના સુધીરભાઈ આડેસરા, અશ્વિનભાઈ મણીયાર, રાજુભાઈ મણીયાર, ભાવેશભાઈ ઝીંઝુવાડીયા, કેયુર રાણપરા, અભિષેક પટેલ, મનહરભાઈ ધીણોજા, શશીભાઈ અધેરા વિગેરે સેવા આપી રહ્યા છે.
તસ્વીરમાં અશ્વિનભાઈ વડગામા, પિયુષભાઈ અઘેરા, કેતનભાઈ આડેસરા, અનીલભાઈ સીનરોજા, હુકાભાઈ ખૂંટ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:48 PM IST)










