News of Sunday, 3rd August 2025
કાલાવડ રોડ ડી માર્ટ મોલમાં ચીજવસ્તુ ચોરતાં બે મહિલા મોનાબેન શાહ, પ્રિતીબેન શાહ પકડાઇ ગઇઃ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ ખાતેના ડી માર્ટમાં ખરીદી કરવા આવેલી બે મહિલા માલસામાનની ચોરી કરતાં પકડાઇ જતાં આ અંગે મોલના આસી. મેનેજર વસીમભાઇ રફીકભાઇ મન્સુરીએ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે મોનાબેન હિતેનભાઇ શાહ (રહે. શ્રમજીવી સોસાયટી-૯) તથા પ્રિતીબેન હિતેષભાઇ શાહ (રહે. લક્ષમણ ટાઉનશીપ આરએમસી ક્વાર્ટર) વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. આ બંને ખરીદી કરવા આવી ત્યારે ગાર્નીયર હેર કલર, ફોગ સ્પ્રે, બદામનું પેકેટ, કાજુનું પેકેટ, ડવ કન્ડીશનરની બોટલ, ટૂથપેસ્ટ, ડવ શેમ્પુની બોટલ, કેડબરી ચોકલેટ, નેસ્લે ચોકલેટ, ઇલાયચી પેકેટ સહિત ૫૧૪૨ની ચીજવસ્તુઓ ચોરીને થેલામાં મુકી દીધી હતી. જો કે બહાર સિક્યુરીટી ચેંકીંગ વખતે બંને પકડાઇ ગઇ હતી. એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:07 AM IST)










