તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 4th August 2025
વિજયભાઇ રૂપાણીના જન્મદિન નિમિતે સિવિલ હોસ્પિટલના લાભાર્થે બાલાજી મંદિરે રકતદાન કેમ્પઃ રકતની ૨૧૩ બોટલ એકત્ર

રાજકોટઃ શ્રી ગજાનન ધામ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા રાજકોટના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજયભાઈ રૂપાણી ના ૬૯ મા જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન શ્રી બાલાજી મંદિર ભુપેન્દ્ર રોડ, ખાતે થયું હતું તેમાં ૨૧૩ બોટલ રક્તદાન થયું હતું. જેમાં દરેક રક્તદાતાને ટ્રાવેલિગ બેગ પ્રસાદી રૂપે ભેટ આપવામાં આવી હતી.આ કેમ્પ માં મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
આ આયોજનને સફળ બનાવવા કિરીટભાઈ પાંધી, મુકેશભાઈ ગુસાણી, ભરતભાઈ ગમારા, રાજુભાઈ ચાવડા, સંજયભાઈ વાઘેલા, સતિષભાઈ ગમારા ,સંજયભાઈ જીવરાજાની,અજયભાઈ ચાવડા, રૂપેશભાઈ દુધરેજીયા,લાલાભાઈ મનાણી, મેહુલભાઈ ગમારા, દિલીપભાઈ આડેસરા,સંદીપભાઈ પટેલ,રમણીકભાઇ મીરાણી, કિશનભાઇ પાંધી,દક્ષભાઈ પુજારા, ધનેશભાઈ જીવરાજાની, શ્યામભાઈ રાઠોડ, દિલીપભાઈ ગમારા, હિશિતભાઈ પુજારા, કમલેશભાઈ હિંડોચા, ચેતનભાઈ મહેતા,ભરતભાઈ પુજારા, વિનુભાઈ સોની,હિતેશભાઈ બદયાણી,ભાર્ગેશભાઈ જીવરાજાની વગેરેએ જહેમત ઉઠાવી હતી.
(10:32 AM IST)










