<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

રાજકોટ જેલમાં હત્‍યાના ગુનાના પાકા કેદીનું હાર્ટએટેકથી મૃત્‍યુ

મુળ જામકલ્‍યાણપુરના વૃધ્‍ધ બાબુલાલ ચોૈહાણ ૨૦૧૮થી રાજકોટ જેલમાં હતાં

રાજકોટ તા. ૪: શહેરના પોપટપરામાં આવેલી સેન્‍ટ્રલ જેલમાં રખાયેલા પાકા કામના કેદી બાબુલાલ ભીખાભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૨) નામના વૃધ્‍ધ તા. ૨ના રોજ બેરેકમાં હતાં ત્‍યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં આઇસીસીયુમાં    દાખલ કરાયા હતાં. તેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર વૃધ્‍ધ બાબુલાલની વર્ષ ૨૦૧૪માં હત્‍યાના ગુનામાં ધરપકડ થઇ હતી. ત્‍યારબાદ ૨૦૧૮થી પાકા કામના કેદી તરીકે રાજકોટ જેલમાં રખાયા હતાં. અહિ હાર્ટએટેકથી મૃત્‍યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું. 

(1:57 PM IST)