તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
શ્રાવણના બીજા સોમવારે શિવાલયોમાં શિવભક્તિ

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. આખો શ્રાવણ માસ વ્રત, તપ, જપ, ઉપવાસ એકટાણાનો મહીમા રહેશે. તેમાય દરેક સોમવારે શિવભકતોના હૈયેથી વિશેષ ભક્તિ અદા થતી હોય છે. શિવાલયોમાં દર સોમવારે વિશેષ શણગાર અને દીપમાળા આરતી-સત્સંગના કાર્યક્રમો થાય છે. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોય શિવાલયોમાં ભાવિકો ઉત્સાહભેર દર્શન પૂજા કરવા ઉમટી પડયા હતા. તસ્વીરમાં રાજકોટના સુપ્રસિધ્ધ જાગનાથ મહાદેવ મંદિરના દ્રશ્યો જોઇ શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:20 PM IST)










