તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
આરપીએફ રાજકોટ ડિવિઝને જુલાઈમાં નોંધપાત્ર કામગીરી કરી, મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપ્યું

રાજકોટ,તા. ૪: પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા બળ (આરપીએફ) એ જુલાઈ ૨૦૨૫ (૧૫.૦૭.૨૦૨૫ થી ૩૧.૦૭.૨૦૨૫ સુધી) દરમિયાન ૅસેવા હી સંકલ્પૅ અભિયાન હેઠળ ઉત્કળષ્ટ કામગીરી કરીને મુસાફરોની સુરક્ષા અને સુવિધા સુનિヘતિ કરવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. આઇજી-કમ-પ્રિન્સિપલ ચીફ સિકયોરિટી કમિશનર શ્રી અજય સદાણીના કુશળ નેતળત્વ હેઠળ, આરપીએફએ વિવિધ અભિયાનો દ્વારા રેલવે પરિસર અને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે.
મુખ્ય અભિયાનો અને સિદ્ધિઓ
૧. ઓપરેશન અમાનતઃ આ અભિયાન હેઠળ, આરપીએફએ જુલાઈમાં મુસાફરો દ્વારા ભૂલી ગયેલા સામાનને પરત સોંપવાનું પ્રશંસનીય કાર્ય કર્યું. ડિવિઝનમાં મુસાફરોનો કુલ રૂા.૧,૮૬,૧૭૦ની કિંમતનો સામાન, જેમાં ૧૫થી વધુ મુસાફરોનો સામાન સામેલ હતો, સુરક્ષિત રીતે તેમને પરત કરવામાં આવ્યો.
૨. ઓપરેશન નન્હેં ફરિશ્તેઃ આરપીએફની ૅઓપરેશન નન્હેં ફરિશ્તેૅ ટીમે ઘરેથી ભાગી ગયેલા બાળકોને તેમના પરિવારો સાથે ફરીથી મિલન કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જુલાઈમાં, એક ૧૬ વર્ષના બાળકને તેના પરિવારજનોને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો.
૩. ઓપરેશન સમય પાલનઃ ટ્રેનોના સમયસર સંચાલનમાં અવરોધ ઊભો કરનારાઓ સામે આરપીએફએ કડક કાર્યવાહી કરી. ૅઓપરેશન સમય પાલનૅ હેઠળ, ડિવિઝનમાં ચેઇન પુલિંગના ૩૨ કેસોમાં ૨૫ આરોપીઓને પકડવામાં આવ્યા અને તેમની સામે રેલવે અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
૪. મેરી સહેલીઃ એકલા મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા માટે ૅમેરી સહેલીૅ ટીમે જુલાઈમાં ૧૭૪ ટ્રેનોમાં ૧,૭૫૪ મહિલા મુસાફરોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડી. ટીમે તેમને મુસાફરી દરમિયાન કોઈ પણ મુશ્કેલીમાં મદદ માટે હેલ્પલાઇન નંબર ૧૩૯ વિશે પણ માહિતી આપી.
૫. ઓપરેશન જન-જાગરણઃ આરપીએફએ ૅઓપરેશન જન-જાગરણૅ અભિયાન હેઠળ મુસાફરો અને સામાન્ય જનતાને જાગળત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું. આમાં બેનરો, પી.એ. સિસ્ટમ પર જાહેરાતો અને ગામના સરપંચો સાથે બેઠકોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં રેલવે લાઇન પાર ન કરવા, ટ્રેનો પર પથ્થરબાજી ન કરવા, નશાખોરી, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર માહિતી આપવામાં આવી.
આરપીએફ રાજકોટ ડિવિઝને આ અભિયાનો દ્વારા પોતાની પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતાનો પરિચય આપ્યો છે, જેનાથી મુસાફરોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત થઈ છે.
(2:21 PM IST)










