તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 4th August 2025
પાવનપાર્ક અને કણકોટ રોડ પર ફલેટમાં તીનપતી રમતા વેપારીઓ સહિત ૧૪ ઝડપાયા
પીસીબીના હેડ કોન્સ. કુલદીપસિંહ જાડેજા અને બી ડીવીઝન પોલીસના કોન્સ. સંજયભાઇ જળુની બાતમી : રૂા.૧.૯૦ લાખની રોકડ કબ્જે

રાજકોટ, તા., ૪ : મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે પાવન પાર્કમાં અને કણકોટ રોડ પર ફલેટમાં બી ડીવીઝન અને પીસીબીની ટીમે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા વેપારીઓ સહિત ૧૪ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે પાવન પાર્કમાં એક એપાર્ટમેન્ટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની કોન્સ. સંજયભાઇ જોબનપુત્રાને બાતમી મળતા પાવન પાર્ક એપાર્ટમેન્ટમાં એ-ર૦૧ નંબરના ફલેટમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ફલેટ માલીક બીપીન વ્રજલાલભાઇ જોબનપુત્રા, પુત્ર પિયુશ બીપીન જોબનપુત્રા તથા ઇમીટેશનના ધંધાર્થી કૈલાશ કરમશીભાઇ સંખાવડા (રહે. ગુરૂદેવ પાર્ક-ર, કુવાડવા રોડ), રાકેશ પ્રભુદાસભાઇ લાખાણી (રહે. યાજ્ઞીક રોડ, ન્યુ જાગનાથ, રર રોયલ એપાર્ટમેન્ટ), કૌશીક છબીલભાઇ સોલંકી (રહે. મોરબી રોડ, રાજલક્ષ્મી સોસાયટી, ઓમ પાર્ક મેઇન રોડ, સાનીધ્ય ફલેટ) અને આઇસ્ક્રીમના ધંધાર્થી કલ્પેશ ગોવિંદભાઇ સોલંકી (રહે. માર્કેટીંગ યાર્ડ, શિવમ સોસાયટી, પ્લોટ નંબર-ર૭૭)માં ને પકડી લઇ રૂા. ૧૬,૮૩૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પીએસઆઇ એ.બી.ચૌધરી, કોન્સ. સંજયભાઇ જળુ, બાવલભાઇ પરનાળીયા અને દિલીપભાઇ ખાંભરા દ્વારા કરવામાં આવી હતી.
જયારે બીજા દરોડામાં કણકોટ રોડ પર સગુન પાર્ટી પ્લોટ પાસે ફલોરા પ્રાઇમ એપાર્ટમેન્ટના ફલેટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની પીસીબીના હેડ કોન્સ. કુલદીપસિંહ જાડેજાને બાતમી મળતા સ્ટાફ સાથે ફલોરા પ્રાઇમ એપાર્ટમેન્ટના ફલેટ નં. ઇ-ર૦રમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ફલેટ માલીક મનીષ કાંતીભાઇ ટીલવા તથા કણકોટ ચોકડી પાસે શ્યામલ ઉપવન ફલેટમાં રહેતા લલીત ચંદુભાઇ કનેરીયા, રામધણ સામે શ્રીજી પ્રાઇડ ફલેટમાં રહેતા ભૌતીક અમૃતભાઇ કણસાગરા, નાનામૌવા રોડ પર અલય પાર્ક બી-ર૩ના પ્રભુદાસ વૃજલાલભાઇ મારવાણીયા, મોટામવા સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે કોસમોસ પ્રાઇડ એપાર્ટમેન્ટમાં રહેતા હિતેન્દ્ર મોહનભાઇ ઘેટીયા, મવડી ઉમીયા ચોક પાસે વૃંદાવન સોસાયટી શેરી નં. ૩ ના મીલન ચીમનભાઇ લાલકીયા, મવડી અંબીકા ટાઉનશીપ લેન્ડમાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા જેમીન માધવજીભાઇ ઘેટીયા તથા નાનામવા રોડ સીલ્વર ગોલ્ડ રેસીડેન્સી શેરી નં. પ ના વિશાલ અશોકભાઇ કનેરીયાને પકડી લઇ રૂા. ૧,૭૩,૦૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પીસીબીના પીએસઆઇ પી.બી.ત્રાજીયા, હેડ કોન્સ. વિજયભાઇ મેતા તથા કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
(2:38 PM IST)










