તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
સોૈરાષ્ટ્ર-કચ્છ અર્બન કો.ઓ. બેન્કસ ફેડરેશનના ચેરમેનપદે હારિત મહેતાની વરણી

સોૈરાષ્ટ્ર-કચ્છ અર્બન કો-ઓપરેટિવ બેન્કસ ફેડરેશનની તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં સર્વ સંમિતીથી પ્રેસિડેન્ટ તરીકે સિટીઝન્સ કો-ઓપ.બેન્કના એમ.ડી. હારિતભાઇ મહેતાની વરણી કરાઇ હતી. જેમાં ચુંટણી અધિકારી તરીકે સોૈરાષ્ટ્ર-કચ્છ અર્બન કો-ઓપ.બેન્કોના સીઇઓ ડો.પુરૂષોતમ પીપળીયાએ સેવા પ્રદાન કરી હતી. સોૈરાષ્ટ્ર-કચ્છ અર્બન કો-ઓપ. બેન્કસ ફેડરેશનના પ્રેસિડેન્ટ તરીકે ચુંટાતા તથા બાલભવનના ટ્રસ્ટી તરીકે નિમાતા હારિતભાઇ અશ્વિનભાઇ મહેતાનું બોર્ડ ઓફ ડિરેકટરો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. તસ્વીરમાં બોર્ડના ચેરમેન કેતનભાઇ રાઠોડ પુષ્પગુચ્છ સાથે બોર્ડના ડાયરેકટરો હીરાભાઇ માણેક, મહેન્દ્રભાઇ રાજવી, કિરીટભાઇ રાજવીર, જગુભાઇ છાયા, સંજયભાઇ સંઘવી, વિમલ ધામી, ભાવેશભાઇ વ્યાસ, સચિનભાઇ મહેતા તથા લલિતભાઇ જોશી વગેરેએ હારિતભાઇ મહેતાનું સન્માન કર્યું હતું.
(3:20 PM IST)










