<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

રાજરાજેશ્વર ટ્રસ્‍ટ દ્વારા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનો શૈક્ષણીક સેમીનાર-વિશીષ્‍ટ સન્‍માન-નારીરત્‍ન એવોર્ડ

૩૧મી ઓગસ્‍ટના યોજાશે કાર્યક્રમઃ વિધાર્થીઓએ પોતાની વિગતો મોકલી દેવી

 રાજકોટઃ અત્રે રાજકોટ એન્‍જિનિયરિંગ હોલ, રાજકોટ ખાતે આગામી તા.૩૧/ઓગસ્‍ટ ના રોજ સવારે ૧૧: ૦૦ થી ૧:  શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્‍ટના ઉપક્રમે રાજગોર બ્રાહ્મણના તેજસ્‍વી તારલાઓનો ૧૪મો શૈક્ષણીક સેમિનાર અને જ્ઞાતિના વિશિષ્ટ પ્રતિભાઓનો સન્‍માન સમારોહ યોજવામાં આવશે.

સંસ્‍થાના પ્રમુખ ઇન્‍દ્રનીલભાઈ રાજગુરૂના અધ્‍યક્ષસ્‍થાને તથા સંસ્‍થાના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ તેમજ મહામંત્રી ધીરૂભાઈ મહેતા દ્રારા યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાનપદે જ્ઞાતિના  ટ્રસ્‍ટીઓ, હોદેદારોકીઓ, પૂર્વ  વિ. ઉપસ્‍થિત રહેશે.

આ પ્રસંગે રાષ્‍ટ્ર રાજ્‍ય અને જિલ્લા કક્ષાએ વર્ષ ૨૦૨૪/૨૫ મા સન્‍માનિત થયેલ તથા શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્‍માન કરવામાં આવશે. શિક્ષણ, સમાજ રાજકીય, કુટુંબ, ક્ષેત્રે ઉત્તમ સેવા પ્રદાન કરનાર રાજગોર જ્ઞાતિની બહેનો માટે નારી રત્‍ન અવોર્ડ એનાયત કરવામાં આવશે.

આધુનિક શિક્ષણ પ્રણાલી અને શિક્ષકની નૈસર્ગિક પ્રતિભાના વિકાસ અને ઉન્નતિ માટે માર્ગદર્શન તથા વિચારગોષ્ઠીનું આયોજન અને માર્ગદર્શન કરવામાં આવશે. આ માટે રસ ધરાવતા શિક્ષકો હાજર રહેવા માગતા હોય તેઓએ પત્ર- વોટસ એપ અથવા ફોન પર પોતાનું નામાંકન કરાવવું ફરજિયાત રહેશે.

 ધોરણ ૧૦ તથા ૧૨ ના સમગ્ર જ્ઞાતિના ટોપર વિધાર્થી તથા મેડિકલ એન્‍જિનિયરિંગ કે અન્‍ય ક્ષેત્રે સ્‍તાનક અનુસ્‍નાતક કે પી.એચ. ડી. પૂર્ણ કરી (મેડીકલ ઈન્‍ટરશીપ પૂર્ણ કરેલ હોય તે વિધાર્થી) ડિગ્રી મેળવેલી છે એમને સન્‍માનિત કરવામાં આવશે.

 GPSCેકે UPSC વર્ગ ૧ અને ૨ પરીક્ષા ઉત્તીર્ણ કરી નોકરી મેળવેલ હોય અથવા વર્ગ ૧ અને ૨માં પ્રમોશન મેળવેલ છે તેવા કર્મચારી /અધિકારીઓ નું વિશિષ્ટ સન્‍માન કરવામાં આવશે.

 તા. ૧૦/૦૮/ સુધીમાં પોતાની વિગતો નિયત નમૂનાના ફોર્મમા જરૂરી માર્કશીટ ની પ્રમાણિત નકલ સાથે કાર્યાલયના એડ્રેસ રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્‍ટ, સ્‍પેસ કોમ્‍પ્‍લેકસ, બીજો માળ, ન્‍યુ જાગનાથ ૨૧-૨૨, પૂર્વક આમત્રણ પાઠવામાં આવે છે.

મહાકાળી મંદિર રોડ, રોયલ કેશર એપાર્ટમેન્‍ટ સામે, રાજકોટ ફોન ૦૨૮૧-૨૪૬૩૨૪૭ ખાતે સંપર્ક કરવો.

આ કાર્યક્રમને સફળ બનાવવા  સંસ્‍થાના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, મહામંત્રી  ધીરૂભાઈ મહેતા કન્‍વીનર સતીષભાઈ તેરૈયા, સહકન્‍વીનર ભૂપતભાઈ મહેતા, સહકન્‍વીનર ડો.યોગેશભાઈ બી.મહેતા, નરેશભાઈ મહેતા, તળપ્તિબેન જોશી,યોગેશભાઈ મહેતા, જયેશભાઈ જોશી,જયશ્રીબેન મહેતા,ઇલાબેન જોશી,દર્શનાબેન જોશી. દીપકભાઈ બામટા, મનીષભાઈ બામટા, અમિતભાઈ માઢક, જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:55 PM IST)