<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

આજી-૧ ડેમમાં સૌની યોજનાનું છેલ્‍લા બે દિ'માં ૪૪ એમ.સી.એફ.ટી. પાણીની આવક

નર્મદા ડેમમાં ખુબ આવક થતા શહેરના ડેમોમાં પાણી ઠાલવવાનું શરૂ

રાજકોટ, તા., ૪ : રાજયની જીવાદોરી  સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં વરસાદ થતા ડેમમાં પાણીની આવક થતા દરવાજા ખોલવામાં આવતા પાણીનો બગાડ થતો અટકાવવા સરકાર દ્વારા રાજકોટને પાણી પુરૂ પાડતા આજી,ન્‍યારી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવાનું શરૂ કરવામાં આવ્‍યુ હોવાનું

શહેરને પાણી પુરૂં પાડતા મુખ્‍યસ્ત્રોત એવા આજી-૧માં  છેલ્‍લા બે દિવસમાં ૪૪  એમસીએફટી પાણીની આવક થતા હાલ આજી-૧ ડેમમાં કુલ ૬૬૪ એમસીએફટી જળ જથ્‍થો ઉપલબ્‍ધ છે.

ન્‍યારીમાં  ૬૩૮.૩૫૮ એમસીએફટી પાણી છે. ત્‍યારે આજી અને ન્‍યારીમાં સપ્‍ટેમ્‍બર અને ઓકટોબર સુધીનો જળ જથ્‍થો ઉપલબ્‍ધ છે જયારે ન્‍યુ રાજકોટના વિવિધ વિસ્‍તારોમાં પાણી પુરૂ પાડતા  ન્‍યારી ડેમ-૧માં ૬ ઓગસ્‍ટ બાદ સૌની યોજના હેઠળ પાણી ઠાલવવામાં આવશે. 

(3:33 PM IST)