તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
રેલ કર્મચારી નીમુબેનને સાથી કર્મચારીએ ધોકાથી માર માર્યો
રેલ્વેના સીએન્ડડબલ્યુ વિભાગમાં માથાકુટ અગાઉ કરેલા મૈત્રીકરાર તોડી નાંખ્યા હોઇ પ્રકાશે મોબાઇલ ચેક કરવા માંગી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૪: જંકશન રોડ પર રેલ્વે લોકોકોલોનીમાં રહેતાં રેલ કર્મચારી નીમુબેન રાજુભાઇ મજેઠીયા (ઉ.વ.૪૨) સવારે સાડા આઠેક વાગ્યે સીએન્ડડબલ્યુ વિભાગમાં હતાં ત્યારે અન્ય રેલ કર્મચારી પ્રકાશભાઇએ ધોકાથી માર મારી ગળાચીપ આપતાં પડી જતાં માથામાં પણ ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.
નીમુબેનના જણાવ્યા મુજબ તેના પતિ હયાત નથી. સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. ત્રણ વર્ષ પહેલા તેણીએ રેલ કર્મચારી પ્રકાશભાઇ સાથે મૈત્રીકરાર કર્યા હતાં. પણ ચારેક મહિનાથી આ કરાર તોડી સંબંધ પુરા કર્યા છે. આમ છતાં આજે પ્રકાશભાઇએ તારો મોબાઇલ ચેક કરવો છે તેમ કહી મોબાઇલ માંગતા પોતે ફોન ન આપતાં તેણે ઝઘડો કર્યો હતો અને હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(3:56 PM IST)










