<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

સીઝનલ રોગચાળામાં આંશીક રાહતઃ તાવ-શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્‍ટીના ૧૮ર૮ કેસ

તંત્રનો પપ૧૪૪ ઘરોમાં પોરાનાશક કામગીરીનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩રપને નોટીસ સબબ ર૮૭ને નોટીસઃ કુલ ૧૧ લોકોને ૬૬૦૦નો દંડ

રાજકોટ, તા. ૪ : શહેરમાં ચોમાસા ઋતુમાં રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં ગત સપ્તાહ કરતા  આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના કેસમાં વધારો જોવા મળ્‍યા છે.

ગત અઠવાડીયે ૧૮૦૦ જેટલા દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે આ સપ્તાહે ૧૮૧૮ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગના ૧ કેસ નોંધાયો છે.

 આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ર૮ જુલાઇ થી ૩ ઓગસ્‍ટ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય

રોગચાળાના ૨ કેસ

છેલ્લા  સપ્તાહમાં  ડેન્‍ગ્‍યુના ૧ કેસ નોંધાયા છે.

શરદી-તાવના

૧૮ર૮ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭પ૨ તેમજ સામાન્‍ય તાવના ૮૪૮ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ રરપ, ટાઇફોડના ૧ તથા કમળાના ર  સહિત કુલ ૧૨૧૯ થી વધુ  દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨ર૪૩૪ તેમજ સામાન્‍ય તાવના ૨૩પર૩ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૬ર૮૪  તથા ટાઇફોડનો ૬૩ તેમજ કમળાના ૮૮  કેસ નોંધાયા છે. 

મચ્‍છર ઉત્‍પતિ સબબ

૩રપ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ પપ૧૪૪ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૪ર૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૬ર૮ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૩રપ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે રપ લોકો પાસેથી ૬૬૦૦નો ચાર્જ વસુલાયો હતો.  

(3:39 PM IST)