તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
૨૩.૩૦ લાખનો દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ
ક્રાઇમ બ્રાંચે ગોંડલ રોડ પર પરીન ફર્નિચર પાસે દરોડો પાડયોઃ ગોંડલના પાટીદળનો શખસ ઝડપાયોઃ જથ્થો મંગાવનારા જંગલેશ્વરના શખ્સની શોધખોળ : બીજા દરોડામાં પીસીબીના હરદેવસિંહ રાણા, મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચોૈહાણે જંગલેશ્વરમાંથી સાયલાના ઇકબાલને ૩૨ હજારના દારૂ સાથે પકડી લીધો

રાજકોટ તા. ૪: શહેર ક્રાઇમ બ્રાંચે દારૂની હેરાફેરીનો વધુ એક વખત પર્દાફાશ કર્યો છે. ગોંડલ રોડ પરની ફર્નીચર પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે દારૂ ભરેલી બોલેરો ઝડપી લીધી હતી. બોલેરોમાંથી રૂ.૨૩.૩૦ લાખના ૩૨૮૮ બોટલ દારૂના જથ્થા સાથે ગોંડલના પાટીદડના ચાલકને ઝડપી લીધો હતો. પુછતાછમાં ચોરડીના સલીમે દારૂનો જથ્થો આપ્યો હોવાનું અને જંગલેશ્વરના મહેબુબે આ જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો અને બોલેરો સહિત રૂ.૨૮.૮૦ લાખનો મુદામાલ કબજે કરી મંગાવનાર અને મોકલાનારઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની રાહબરી હેઠળ પી.એસ.આઇ વી.ડી.ડોડીયા તથા તેમની ટીમને બાતમી મળી હતી તેના આધારગોંડલ હાઇવે રોડ પર સફેદ કલરની બોલેરો નંબર જીજે ૩ ડીવી ૫૩૬૨ ગોંડલથી રાજકોટ તરફ આવી રહી હોઇ તેને આંતરી લઇ તપાસ કરતાં અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બાતમીના આધારે પોલીસની ટીમ રાજકોટ ગોંડલ રોડ પરની ફર્નિચર આગળ સન ગ્રેનાઇટ માર્બલ નજીક હાઇવે પર ખાનગી વાહનોની આડસ ઊભી કરી વોચ ગોઠવી હતી.
ે બોલેરો અટકાવી હતી. બોલેરોમાં કાળા કલરની તાલપત્રી બાંધેલી હોય તેમજ ડ્રાઇવર સીટ પર એક શખસ હાજર હોઇ પૂછતાછ કરતા તેનું નામ અજય જયંતીભાઈ મકવાણા (ઉ.વ ૨૭ રહે. રામાપીર મંદિર પાસે પાટીદડ, તા. ગોંડલ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તાલપત્રી ખોલી ચેક કરતા કાળા કલરના ઝબલામાં બોક્સ મળી આવ્યા હતા જેમાં તપાસ કરતા રૂપિયા ૨૩.૩૦ લાખનો ૩૨૮૮ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો આ જથ્થો બોલેરો સહિત કુલ રૂપિયા ૨૮.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂના જથ્થા સાથે ઝડપાયેલ બોલેરો ચાલકની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો તેને સોહીલ સલીમભાઈ માડમ (રહે. ચોરડી તા. ગોંડલ)એ રાજકોટ ગોંડલ હાઇવે રોડ પર ગોમટા ચોકડી આગળ કનૈયા હોટલ પાસેથી આપી ગયાનું અને રાજકોટના જંગલેશ્વરમાં રહેતા મહેબૂબ મીરને પહોંચાવાનો હોવાનું કબુલ્યું હતું.
જંગલેશ્વરમાં ૪૮ બોટલ સાથે સાથે સાયલાનો શખસ ઝડપાયો
અન્ય દરોડામાંપીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાનો ઈકબાલ મુસ્તફા ઘાચી નામનો શખસ કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે જંગલેશ્વર વિસ્તારના શિયાણીનગર શેરી નંબર એકમાં આવેલ પવનપુત્ર ચોક બંધ શેરી પ્રણામી ચોક પાસે ઉભો હોવાની હેડકોન્સ્ટેબલ હરદેવસિંહ જગતસિંહ રાણાને મળેલી બાતમીના આધારે એ.એસ.આઇ મહિપતસિંહ ઝાલા અને ઘનશ્યામસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે દરોડો પાડી કારની તલાસી લેતા જેમાંથી રૂ. ૩૨,૫૮૦ની કિંમતની ૪૮ બોટલ વિદેશી દારૂ સાથે ઈકબાલ મુસ્તુફા કાજીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
(10:40 PM IST)










