<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

જન્‍માષ્‍ટમીએ મનપાના પ્‍લોટમાં કાગડા ઉડશે! ખાનગી મેળા નહીં યોજાય

તંત્ર દ્વારા બે વાર મેદાન ભાડે આપવા ટેન્‍ડર બહાર પડાયેલઃ કોઇ એજન્‍સીએ રસ ન લેતા મ્‍યુનિ.કોર્પોરેશનના પ્‍લોટમાં મેળાની રંગત નહીં જામે

રાજકોટ તા.૪: મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પોતાની માલિકીના ત્રણ ખાલી પ્‍લોટ મેળો યોજવા માટે ભાડે આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નાના માવા તથા અમીન માર્ગ કોર્નર અને સાધુવાસવાણી રોડ પરના ત્રણ મેદાનો ભાડે આપવા માટે તંત્ર દ્વારા બીજી વખત ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાંઆવતા કોઇએ રસ નહિ દાખવતા આ વર્ષે જન્‍માષ્‍ટમી ના સમયમાં મનપાના મેદાનોમાં કાગડા ઉડશે તેવો ઘાટ સર્જાશે.

મહાનગરપાલિકાનું મેળાનું ટેન્‍ડર ફેલ થવાના કારણો જણાવતા તંત્રએ જણાવેલ કે સરકાર દ્વારા એસઓપીનું કડક પાલન કરવાની સુચના આપી છે ત્‍યારે સરકારે જ એસોપીમાં મહદ અંશે છૂટછાટ આપી છે જે મૌખિક આપેલ હોય લેખિતમાં એસઓપી અંતર્ગત છૂટછાટ ન આવે ત્‍યાં સુધી સંચાલકો રિસ્‍ક લેવા તૈયાર નથી અને સંચાલકો દ્વારા પણ ટેન્‍ડરની મુદત વધારવા માટે રજૂઆત કરાય છે છતાં જરૂરત પડીએ મનપા ત્રણેય મેદાનો માટે રિટેન્‍ડર કરવામાં આવ્‍યા જોઇ. મનપા દ્વારા દર વર્ષે ચાર સ્‍થળે મેળો યોજવા મેદાનો ભાડે આપવામાં આવતા હતા પરંતુ મોટા મોવા રોડ પર આવેલ મેદાનનું ક્ષેત્રફળ ઓછું હોવાથી આ વખતે નાનામોવા સર્કલ તથા અમીન માર્ગ કોર્નર અને સાધુવાસવાણી રોડ સહિતના ત્રણ મેદાનો ભાડે આપવા માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં ફક્‍ત એક ટેન્‍ડર અને એ પણ કારૂ આવતા રીટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાંઆવી હતી.

મહાનગરપાલિકા દ્વારા મેળાના આયોજન માટે ત્રણ પ્‍લોટ ભાડેથી આપશે. જેમાં નાનામૌવા સર્કલ કોર્નર પેટ્રોલપંપની બાજુમાં આવેલ ટીપીનો પ્‍લોટ જેનું ક્ષેત્રફળ ૯૪૩૮ ચો.મી. છે. જે પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂા.૫ લેખે તથા સાધુવાસવાણી રોડ રાજ પેલેસ સામે આવેલ ટીપીનો પ્‍લોટ ક્ષેત્રફળ ૫૩૮૮ ચો.મી. પ્રતિ ચો.મી. રૂા.૫ પ્રતિ દિન ભાડુ વસુલી અને અમિન માર્ગ કોર્નર ઝેડબ્‍લુની સામે આવેલ ટીપી પ્‍લોટ ક્ષેત્રફળ ૪૬૬૯ ચો.મી. પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂા.૫ના ભાડા લેખે મેળાના સંચાલકોને આપશે. મનપા દ્વારા બીજી વખત આ મેદાન માટે ટેન્‍ડર પ્રસિદ્ધ કરવામાં આવતા મુદત સુધીમાં કોઇ નહિ આવ્‍યાના અને હવે જન્‍માષ્‍ટમી તહેવારના દિવસો નજીક હોય ત્‍યારે મેળા સંચાલકોને સમય ન મળેતે હેતુથી મનપા દ્વારા પ્રયત્‍ન કરવાનું માંડી વળાયુ છે.

આથી આ વર્ષે મનપાના મેદાનમાં ખાનગી મેળાની રંગત નહિં જામે

(3:47 PM IST)