તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
રાજકોટમાં વધુ એક હત્યા : કોઠારીયા સોલવન્ટમાં શાપરના પારડીના ભાવેશભાઈ વ્યાસને પતાવી દેવાયો
વર્ષા નામની વિધવા મહિલા સાથે વાત કરતો હતો ત્યારે વર્ષનાપુત્ર ધ્રુવ સહિતે બોલાચાલી કરી છરી ધોકાના ઘા ઝીકયા: એક યુવતી પણ હત્યામાં સામેલ

રાજકોટઃ શાંત શહેર ગણાતા રાજકોટમાં વધુ એક યુવાનની લોથ ઢળી ગઈ છે શહેરના કોઠારી અને સોલંકી વિસ્તારના ૨૫ વારીયા ક્વાર્ટ માં સાપરના પાલડી ગામના ૩૪ વર્ષના યુવાનની ક્રૂર હત્યા કરવામાં આવી છે. આ યુવાનને એક વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. તે સાંજે આ મહિલા સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે મહિલાના પુત્રએ આવી મહિલા સાથે ઝઘડો કરી આ શખ્સ સાથે વાત કરવાની ના પાડી હતી અને માતા પર તેણે હુમલો કર્યો હતો. આ વખતે પ્રેમી યુવાન વચ્ચે પડતા તેની હત્યા થઈ હતી.
પોલીસ સુત્રોમાંથી મળેલી વિગત અનુસાર પારડી ગામના વતની ૩૪ વર્ષના ભાવેશભાઈ કરૂણાશંકર વ્યાસ પર તે સાંજે કોઠારીયા સોલ્વન્ટ ૨૫ વારિયામાં હતો ત્યારે ધ્રુવ મુકેશભાઈ દુધરેજીયા, ધ્રુવના મિત્રો જેનીશ રાજપુત, મીઠીયો સાધુ અને સ્વેતા દિપસિંહ ગોહિલ છરી ધોકાથી તૂટી પડતાં ભાવેશભાઈ ને ગંભીર ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહીં તેનું મૃત્યુ થતાં બનાવવામાં પરિણમ્યો હતો આ બનાવની જાણ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કરતા આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી હતી
પ્રાથમિક વિગતો મુજબ ભાવેશભાઈ વ્યાસ નામનો યુવાન સાંજે સાતેક વાગ્યે કોઠારીયા ક્વાર્ટરમાં પોતાની પરિચિત મહિલા વર્ષા દુધરેજીયાના ઘર પાસે હતો ત્યારે વર્ષાના દીકરા ધ્રુવે આવી માતા વર્ષાને ભાવેશ સાથે તું શું કામ વાતો કરે છે? કહી માતા માતા વરસાદ સાથે ઝઘડો ચાલુ કર્યો હતો આ વખતે દીકરા ધ્રુવે ઉસકે રહેજે માતા પર હુમલો કરતા પ્રેમી ભાવેશ વચ્ચે પડતા તેના તેને છરીનો ઘક ઝીકી દીધો હતો. આ ઉપરાંત ધ્રુવની સાથે રહેલા તેના મિત્રો જેનીશ રાજપુત, મીઠીયો સાધુ અને સ્વેતા દિપસિંહ ગોહિલ પણ ધોકાથી તૂટી પડ્યા હતા. ભાવેશને હુમલામાં ગંભીર ઇજા થતા લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં ડોક્ટરે તેને મૃત જાહેર કરતા ઘટનાની જાણ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરતા પીઆઇ એ.બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ રાણા, એએસઆઈ હારૂનભાઈ ચાનીયા, લક્ષમણભાઇ મકવાણા, મેરૂભા ઝાલા સહિતના સ્ટાફે ઘટના સ્થળે હોસ્પિટલે પહોંચી તપાસ શરૂ કરી હતી. વિશેષ માહિતી મુજબ હત્યાનો ભોગ કરનાર ભાવેશભાઈ વ્યાસ ટ્રક ડ્રાઇવિંગ કરી ગુજરાત ચલાવતો હતો. તેને બે સંતાન છે. જ્યારે વર્ષાના પતિ હયાત નથી. ભાવેશ અને વર્ષા વચ્ચે કેટલાક સમયથી સંબંધ હતા. આ સંબંધ વર્ષાના દીકરાને પસંદ ન હોવાથી માથાકૂટ થઈ હતી અને હત્યા થઈ હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.
(10:31 PM IST)










