<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

નાગેશ્વરમાં બારાઈ પરિવાર દ્વારા યોજાતા લઘુ રુદ્રને ૧૦૦ વર્ષ પૂર્ણઃ ભક્‍તિસભર ઉજવણી થઈ

કલેક્‍ટર રાજેશભાઇ તન્ના, ધારાસભ્‍ય પબુભા માણેક, હોટલ એસોસિએશનના અગ્રણી નિર્મલભાઈ, ઓખા લોહાણા મહાજન પ્રમુખ, મીઠાપુર લોહાણા મહાજન પ્રમુખ સહિત મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા : સદી પૂર્ણ થયે વિશિષ્ઠ આયોજનનું સ્‍વ. મનસુખભાઈનું સ્‍વપ્ન પૂર્ણઃ અનુપમભાઈ બારાઈ પરિવાર, આલાપ ભરતભાઈ બારાઇ અને જગદીશભાઈ ગણાત્રા દ્વારા ભાવભર્યું સ્‍વાગત

રાજકોટ, તા. પઃ ધાર્મિક, સામાજિક અને મોટા ગજાના રાજકીય આગેવાન સ્‍વ. મનસુખભાઈ બારાઈ અને વ્‍યાપારી આગેવાન અનુપમભાઈ બારાઈ પરિવાર દ્વારા શ્રવણ માસમાં જ્‍યોર્તિલિંગ નાગેશ્વર ખાતે થતા લઘુ રુદ્ર યજ્ઞને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા સ્‍વ. મનસુખભાઈ બારાઈ અને સ્‍વ. ભરતભાઈ સહિત બેટ દ્વારકા પંથકના લોકોની લાગણી ધ્‍યાને રાખી બારાઇ પરિવાર દ્વારા ૧૦૧ માં પ્રવેશ અંતર્ગત વિશાળ લઘુ રુદ્ર યજ્ઞનુ ધર્મમય આયોજન ભારે ભક્‍તિભાવપૂર્વક કરવામાં આવેલ.

આ વિશિષ્ઠ પ્રસંગ અંતર્ગત ગુજરાતના વિવિધ શહેર જિલ્લામાંથી ભાવિક ભક્‍તો ઉમટી પડ્‍યા હતા. આ હવનમાં રઘુભાઈ સંજયભાઈ તથા શિવસનીબેન રઘુભાઈ દ્વારા વિધિ કરવામાં આવી હતી. સ્‍વ. મનસુખભાઈ અને અનુપમભાઇ બારાઇ પરિવારના નિમંત્રણ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જીલ્લાના લોકપ્રિય કલેક્‍ટર રાજેશભાઇ તન્ના,  જાગળત ધારાસભ્‍ય પબુભા માણેક, મોટાભાઈ તરીકે જાણીતા વ્‍યાપારી અગ્રણી દ્વારકાદાસભાઈ રાયચુરા, ઈશ્વરભાઈ જાખરીયા, પરેશભાઈ જાખરીયા, ચંદુભાઈ બારાઇ, સુભાષભાઈ ભાયાણી, હોટેલ બીઝનેશ સાથે સંકળાયેલા જાણીતા અગ્રણી નિર્મલભાઈ સામાણી, રિતેશભાઈ ગોકાણી, દિલીપભાઈ કોટેચા, ઓખા લોહાણા મહાજન પ્રમુખ મોહનભાઈ બારાઇ, મીઠાપુર લોહાણા મહાજન પ્રમુખ અશોકભાઈ પોપટ, ઓમભાઈ, ભાવેશભાઈ કક્કડ, ચંદ્રકાંતભાઈ બારાઇ, સેવાભાવી અગ્રણી હિન્‍ડોચાભાઈ સહિત મોટી સંખ્‍યામાં અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ  મહેમાનોનું સ્‍વાગત આલાપ ભરતભાઈ બારાઇ, અનુપમભાઇ બારાઇ પરિવાર અને બારાઇ પરિવાર સાથે ત્રણ પેઢીથી સંબંધ ધરાવતા અકિલાના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ ગણાત્રા દ્વારા સ્‍વાગત થયેલ.

(11:29 AM IST)