<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ખાડો આવતાં મિત્રના બાઇકમાંથી ઉતરી રસ્‍તો ઓળંગવા જતાં ટ્રકની ઠોકરે મુકેશભાઇનું મોત

સાઇબાબા સર્કલે જતી વખતે ગોંડલ રોડ રિધ્‍ધી સિધ્‍ધીના નાલા પાસે બનાવ : મોરબી રોડ પર રહેતાં યુવાનના મોતથી ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવતાં માંડાણી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૫: શહેરના મોરબી રોડ પર રહેતાં યુવાન ગઇકાલે ગોંડલ રોડ ચોકડી પાસે રિધ્‍ધી સિધ્‍ધી સોસાટીના નાલા પાસે પોતાના મિત્રના બાઇક પાછળ બેઠા હોઇ તેમાંથી ઉતરીને રસ્‍તો ઓળંગવા જતાં ટ્રક આવી જતાં ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ બજરંગ સોસાયટીમાં રહેતાં મુકેશભાઇ રામજીભાઇ માંડાણી (ઉ.વ.૪૧) ગઇકાલે બપોરે સાડાબારેક વાગ્‍યે મિત્ર જીતેશભાઇ બાબુભાઇ સોલંકીના બાઇક પાછળ બેસીને   કોઠારીયા રોડ સાઇબાબા સર્કલ તરફ કામ માટે જઇ રહ્યા હતાં ત્‍યારે ગોંડલ રોડ ચોકડી રિધ્‍ધી સિધ્‍ધીના નાલા પાસે પહોંચ્‍યા તે વખતે રસ્‍તા પર ખાડો આવતાં મુકેશભાઇ પાછળથી ઉતરીને રસ્‍તો ઓળંગવા જતાં હતાં ત્‍યાં જ પાછળથી ટ્રક આવી જતાં ઠોકરે આવી જતાં બંને પગ છુંદાઇ ગયા હતાં.

તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. મુકેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પોતે છુટક મજૂરી કરતાં હતાં. આ બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પરેશભાઇ, ધમભાએ આજીડેમ પોલીસને કરતાં ટ્રકચાલક વિરૂધ્‍ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

(4:06 PM IST)