<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

રીઢા તસ્‍કર મનસુખ ઉર્ફ દીકુ અને કિશન ઉર્ફ બાઉને પાસામાં ધકેલાયા

એક શખ્‍સની ૧૭ અને બીજાની ૭ ગુનામાં સંડોવણી ભંગારની ફેરીના બહાને રેકી કરી ચોરી કરતાં: એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૫: શહેરમાં અલગ અલગ ગુઓમાં સામેલ હોય અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતાં હોય તેવા શખ્‍સો સામે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ શરૂ કરેલી પાસાની ઝુંબેશ અંતર્ગત વધુ બે આવા શખ્‍સોને પાસા તળે જેલભેગા કરી દેવાયા છે. ચોરીઓના ગુનાઓમાં સામેલ બે શખ્‍સ મનસુખ ઉર્ફ દીકુ હરીભાઇ પરમાર (ઉ.વ.૨૪-રહે. લોહાનગર બાપા સિતારામ મઢુલી સામે) અને કિશન ઉર્ફ બાઉ અરજણભાઇ ડાભી (ઉ.વ.૨૫-રહે. કોઠારીયા સોલવન્‍ટ કિશાન ગોૈશાળા પાસે)ને પાસા તળે અનુક્રમે સુરત અને વડોદરા જેલહવાલે કરી દેવાયા છે.

મનસુખ ઉર્ફ દીકુ અને કિશન ઉર્ફ બાઉ બંને દેખાવ ખાતર દિવસે ભંગારની ફેરી કરી એ બહાને બંધ મકાનની રેકી કરી બાદમાં ચોરીઓ કરવાની આદત ધરાવે છે. મનસુખ ઉર્ફ દીકુ અગાઉ રાજકોટના ભક્‍તિનગર, ગાંધીગ્રામ, બી-ડિવીઝન, માલવીયાનગર, એ-ડિવીઝન, બી-ડિવીઝન, ગાંધીગ્રામ, બાબરા, અમરેલી, લીલીયામાં ચોરીઓ, પોક્‍સો, ધાકધમકી સહિતના ૧૭ ગુનાઓમાં સડોવાઇ ચુક્‍યો છે. જ્‍યારે કિશન ઉર્ફ બાઉ અગાઉ માલવીયાનગર, આજીડેમ, એ-ડિવીઝન, બાબરા પોલીસમાં ચોરીઓના ૭ ગુનામાં પકડાઇ ચુક્‍યો હતો.

આ બંનેને પાસામાં ધકેલીવાની દરખાસ્‍ત જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલાએ મુકતાં તે પોલીસ કમિશનર ઝાએ મંજુર કરી હતી. વોરન્‍ટ બજવણી પીસીબીના ઇન્‍ચાર્જ એમ. આર. ગોંડલીયા, એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયા અને એલસીબીના આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, આર. એન. મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા અને કુલદીપસિંહ રાણાએ કરી હતી. 

(2:21 PM IST)