<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ભાઇ બહેનના હેતનું પર્વ રક્ષાબંધન: રાખડી બજારમાં અવનવી રાખડીઓનું ધૂમ વેચાણ

 

રાજકોટ : ભાઇના જીવનમાં કોઇ દુઃખ ન આવે તેવી કામના સાથે બહેન તેના કાંડે રાખડી બાંધી અમીના આશીષ વર્ષાવે છે. આવા પ્રેમાણ હેતનું પર્વ એટલે રક્ષાબંધન. આગામી શનિવારે શ્રાવણી પૂનમે રક્ષાબંધનનો તહેવાર હોય બજારોમાં અવનવી રાખડીઓનું આગમન થઇ ચુકયુ છે. હીરના દોરા, સોપારી, રૂદ્રાક્ષ, મેટલ આર્ટીકલથી બનેલ અવનવી રાખડી બજારમાં વેચાણ અર્થે મુકાઇ છે. એમાય હવે છેલ્લા કેટલાક વર્ષોથી ભાભીને બાંધવા માટેની લુંબા રાખડીનું પણ ઉમેરણ થયુ છે. વ્‍હાલા ભાઇ માટે હોંશે હોંશે રાખડીની ખરીદી કરતી બહેનો તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(2:32 PM IST)