News of Tuesday, 5th August 2025
સંગીતા પાર્ક, રણછોડનગર, ખોડીયારપરા, લક્ષ્મીનગર અને ગાયત્રીનગરમાં તીનપતી રમતા ૩૬ ઝડપાયા
પીસીબી, બી-ડીવીઝન, માલવીયાનગર અને ભકિતનગર પોલીસના પાંચ દરોડાઃ એક લાખની રોકડ કબ્જે

રાજકોટ તા. પઃ શહેરના સંગીતા પાર્ક, રણછોડનગર, ખોડીયારપરા, લક્ષ્મીનગર અને ગાયત્રીનગરમાં પોલીસે પાંચ દરોડા પાડી તીનપત્તીનો જુગાર રમતા ૩૬ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ મોરબી રોડ જકાતનાકા નજીક સેટેલાઇટ ચોક પાસે સંગીતા પાર્કમાં એક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે પી.એસ.આઇ. જે. આર. સોલંકી તથા કોન્સ. રાજદીપભાઇ પટગીર સહિતે મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક દિપક નેકરામભાઇ કુશવાહ, રૈયા રોડ વૈશાલીનગરનો ગુડ્ડુ લોચનભાઇ કુશવાહ, ગ્રીનલેન્ડ ચોકડી લાલપરી પાસે રહેતો હેમંત કાશીરામભાઇ કુશવાહ, મોરબી રોડ સદગુરૂ સોસાયટીના પીન્કેશ સીતારામભાઇ કુશવાહ, અને રણજીત સંતોષભાઇ કુશવાહને પકડી લઇ રૂા. ૧૪૬૩૦ની મત્તા કબ્જે કરી હતી.
જયારે બીજા દરોડામાં મોરબી રોડ ખોડીયાર પરા-૧ શેરી નં. ૬માં મકાનમાં જુગારધામ ચાલતું હોવાની કોન્સ. રાજદીપભાઇ પટગીરને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી મકાન માલીક ચંદુ વિરજીભાઇ પીપળીયા, તથા ખોડીયારપરાના કાજેશ ઉર્ફે લાલો મોહનભાઇ સોલંકી, જયેન્દ્ર ઉર્ફે જીતેશ અશોકભાઇ દુધરેજીયા, પેડક રોડ મારૂતીનગર શેરી નં. ૧ના ભરત પરેશભાઇ વેકરીયા, મોરબી રોડ શ્રી રેસીડેન્સીના કિશોર વલ્લભભાઇ રામાણી, મોરબી રોડ સત્યમ પાર્ક શેરી નં. પના રમેશ કરમશીભાઇ દુધાગરા, ખોડીયારપરા-૧ શેરી નં. ૬ના વિલાસબેન ભાવેશભાઇ ભુવા અને શીલ્પાબેન ચંદુભાઇ પીપળીયાને પકડી લઇ રૂા. ૧૪,૮ર૦ની મત્તા કબ્જે કરી હતી.
જયારે ત્રીજા દરોડામાં રણછોડનગર શેરી નં. ૪ માં હેડ કોન્સ. એન. પી. ચાવડા સહિતે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રણછોડનગર શેરી નં. ૪ના અરવિંદ ધીરૂભાઇ ધોરીયા, જામનગર રોડ પર સ્લમ કવાર્ટરનો ઇમરાન ઉર્ફે કાળીયો બસીરભાઇ ખાખુ, પારેવડી ચોક પાસે રહેતો મિલનપરી રાજેશપરી ગોસાઇ, રૈયાધાર શાંતીનગર સામે મફતીયાપરાનો તૌફીક બસીરભાઇ ખાખુ, સંતકબીર રોડ ભગીરથ સોસાયટી શેરી નં. ૧૦/૧રમાં રહેતો પ્રદિપ ઉર્ફે લાલો રાજેશભાઇ ગોસાઇને પકડી લઇ રૂા. ૧ર,૪ર૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.
જયારે ચોથા દરોડામાં પીસીબીના હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા સહિતે લક્ષ્મીનગર શેરી નં. ૪ માં એક મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક મીલન અતુલભાઇ વાઘેલા તથા લક્ષ્મીનગરના દિગ્વીજયસિંહ ઉર્ફે ભોલો સુરેન્દ્રસિંહ જાડેજા, મૌલીક દિગ્વીજયસિંહ ચૌહાણ, દિશાંત ભરતભાઇ સગપરીયા, મવડી પ્લોટ ચંદ્રેશનગરના નીખીલ દિનેશભાઇ સોલંકી, લક્ષ્મીનગરના જયેશ ધીરૂભાઇ સિંધવ, રૈયાધાર બંસીધર પાર્કના આશીષ લાખાભાઇ મીર અને લાભદીપ સોસાયટીના ભગીરથ બનેસિંહ ખેરડીયાને પકડી લઇ રૂા. ર૬,૬૦૦ની મત્તા કબ્જે કરી હતી.
જયારે અન્ય દરોડામાં ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઇ. એમ. એન. વસાવા સહિતે ગાયત્રીનગર મેઇન રોડ પર ગાયત્રીનગર શેરી નં. ર/૧૦માં એક મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક જય ચંદ્રકાંતભાઇ સુચક તથા રૈયા રોડ ગાંધીનગર શેરી નં. ૩ના જયદીપ મહેશભાઇ મહેતા, આનંદનગર પાછળ શ્રીનગર શેરી નં. પના દિપક પોપટભાઇ ચૌહાણ, ચામુંડાનગર શેરી નં. ૧ના દિપક દિનેશભાઇ સોંદરવા, કોઠારિયા રોડ પર શ્રી ગણેશનગરના રમેશ લખમણભાઇ જારીેયા, લાપાસરી રોડ રૂષિ પ્રસાદ સોસાયટીના મિલન નરશીભાઇ જોગીયા, કોઠારિયા રોડ હુડકો કવાર્ટર એ-૧રના જીજ્ઞેશ મુકુંદભાઇ ગોહેલ અને આનંદનગરના હર્ષીત કુમારભાઇ મગીયાને પકડી લઇ રૂા. ૩ર,ર૦૦ની મત્તા કબ્જે કરી હતી
(2:45 PM IST)










