<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

જન્‍માષ્‍ટમી મહોત્‍સવના કેન્‍દ્રમાં ‘ઓપરેશન સિંદૂર'

બંસીના વહેતા સ્‍વરોનો નાદઃ વંદેમાતરમ, સિંદુરના બલિદાનનો પ્રતિસાદ વંદેમાતરમ... : વિહિત પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્‍મમાં બ્રહ્મતીર્થ સ્‍વામી, અપૂર્વમુની સ્‍વામી અને અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર

રાજકોટ, તા. પઃ ગત શનિવારે વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા ગત વર્ષના લતા સુશોભન તથા ફલોટ સુશોભનના વિજેતાઓ ને શિલ્‍ડ વિતરણ તથા સામુહિક તાવા પ્રસાદ ગ્રહણનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં સંત શ્રી અપૂર્વમુની સ્‍વામી, સંત શ્રી બ્રહ્મ તીર્થ સ્‍વામી તથા રાધેશ્‍યામ ગૌશાળા ના રાધેશ્‍યામ બાપુ ની હાજરીથી કાર્યક્રમનો માહોલ ધાર્મિક તથા ભગવામય બન્‍યો હતો. સંત શ્રી અપૂર્વમુની સ્‍વામીએ તમામ સનાતનની લોકોને ગીતાના લોકોનું નિત્‍ય પઠન તથા શ્રીરામ, શ્રીકળષ્‍ણ અને શિવજી વિશે પરિવારના બાળકોને જ્ઞાન આપવાનું આહવાન કર્યું હતું તથા ધાર્મિક કાર્યોમાં પોતાનાથી બનતું તમામ યોગદાન આપવા માટે સૂચવ્‍યું હતું.

જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના માર્ગદર્શન મંડળના સભ્‍યો માવજીભાઈ ડોડિયાં, નરેન્‍દ્રભાઈ દવે, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઇ મકવાણા, અધ્‍યક્ષ શ્રી રાજદીપસિંહ જાડેજા (રાજાભાઇ વાવડી), કાર્યકારી અધ્‍યક્ષ શ્રી તિર્થરાજસિંહ ગોહેલ, ધર્મયાત્રા અધ્‍યક્ષ શ્રી ગૌતમભાઇ ધમસાણીયા, તમામ ઉપાધ્‍યક્ષ ફુલભાઇ નડિયાપરા (અમ્રુત બિલ્‍ડર્સ), અલ્‍પેશભાઇ પલાણ (કંચન બેવરેજીસ), કલ્‍પેશભાઇ પલાણ (ગેલેક્ષી હોટેલ), સુરેશભાઇ વસોયા (સહજ ટ્રેડ), ડો. હિરેનભાઇ વસાણી, કૌષીકભાઇ સરધારા, મહેશભાઇ ડોડીયા, મનોજભાઇ ડોડીયા, ઘંશ્‍યામભાઇ મકવાણા તથા અશ્વિનભાઇ ગોસાઇ, ઉપરાંત વિહિપ માંથી સૌરાષ્‍ટ્ર પ્રાંત મંત્રી દેવજીભાઈ મિયાત્રા તથા વિહીપ પરિવારના તમામ વિભાગના અધિકારીઓ, તમામ જિલ્લા અધ્‍યક્ષ, જિલ્લા મંત્રી, ઉપાધ્‍યક્ષ, અન્‍ય વિહિપના તમામ અધિકારીઓ તથા કાર્યકર્તાઓ ઉપરાંત અનેક સામાજિક આગેવાનો ની હાજરીથી કાર્યકર્તાઓમાં ઉત્‍સાહ અને ઉમંગ જોવા મળ્‍યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટના મેયર શ્રી નયનાબેન પિઠડિયા ઉપરાંત ભાજપ પરિવાર માંથી પૂર્વ ધારાસભ્‍ય શ્રી ગોવિંદભાઈ પટેલ, વિરેન્‍દ્રસિંહ ઝાલા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સ્‍વામિનારાયણ મંદિર નો ઓડિટોરિયમ હોલ અનેક કળષ્‍ણ ભક્‍તો થી છલકાયેલો જોવા મળ્‍યો હતો. તેવુ જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના મહામંત્રી શ્રી પરેશભાઇ રૂપારેલિયા એ જણાવ્‍યુ હતુ.

 આવી બહોડી ઉપસ્‍થિતિમાં જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ ના માર્ગદર્શન મંડળ તથા અધ્‍યક્ષ તથા શ્રી અપૂર્વમુની સ્‍વામીના હસ્‍તે ચાલુ વર્ષ ૨૦૨૫ ના જન્‍માષ્ટમી મહોત્‍સવ ની થીમ નું અનાવરણ કરવામાં આવેલ હતું. થીમ અને તેના સૂત્ર ની જાહેરાત પછી જાહેર જનતાએ ‘શ્રી કળષ્‍ણ કનૈયા લાલ કી જય' ના નારા સાથે આખો હોલ ગુંજી ઉઠ્‍યો હતો. આ વર્ષ ની થીમ નું સૂત્ર કાશ્‍મીરના પહેલગામ માં બનેલી આતંકવાદી ઘટના અને ત્‍યારબાદ ભારતીય ફોજ દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર પર બનાવવામાં આવ્‍યું હતું. જેમ ભગવાન શ્રીકળષ્‍ણએ શાંતિના તમામ પ્રયાસોમાં નિષ્‍ફળ થયા બાદ બાદ અંતે અર્જુનને ધર્મયુદ્ધ કરવા માટે શષા ઉઠાવવા કહ્યું હતું એવી રીતે ભારતે પણ શાંતિના અનેક પ્રયાસો પછી અંતે દુશ્‍મનની શાન ઠેકાણે લાવવા માટે ઓપરેશન સિંદુર ચલાવવું પડ્‍યું હતું. આખાય હોલમાં એકતાની લાગણી, જોશ અને જુસ્‍સા નું મોજુ ફરી વળ્‍યું હતું ત્‍યારબાદ સૂત્ર સ્‍પર્ધા ના વિજેતાઓ ની યાદી ની જાહેરાત કરવામાં આવી હતી. તેમ સમિતિની યાદી જણાવે છે.

સૂત્ર સ્‍પર્ધા ના વિજેતાઓ

૧. જયશ્રીબા પી. ગોહેલ, ૨. ભાવનાબેન રાવલ, ૩. મહેન્‍દ્રસિંહ પી ગોહેલ, ૪. પ્રવીણભાઈ શિંગાળા, ૫. પંકજભાઈ ભંડેરી, ૬. ભરતભાઈ અંજારિયા.

કાર્યક્રમ દરમિયાન અખંડ ભારત સંકલ્‍પ દિવસે મોટી સંખ્‍યામાં યુવાનોને ત્રિશૂળ દીક્ષા લેવા તથા બજરંગ દળ સંગઠનમાં પોતાનું યોગદાન દેવા આહવાન કરવામાં આવ્‍યું હતું. તથા લતા શુષોભનની કાર્યાલયે ૫૦ થિ વધુ નોંધણી થઈ હોવા ઉપરાંત રાજકોટ મહાનગરના તમામ મંડળોને નોંધણી કરાવવા જાહેરાત કરવામા આવિ હતી. આ માતે લતા શુષોભન નિર્ણાયક સમિતિના બહેનોની ટિમમા મીતાબેન સોમૈયા, સોનલબેન ચારણીયા, ડો. મનિષાબેન પંડ્‍યા, ટીનાબેન પંચાસરા, હિરલબેન જાની, રમાબેન હેરભા, રાણીબેન ચૌહાણ, વંદનાબેન, વૈશાલીબેન ડોબરીયા, અંજુબેન પટેલ, ભૂમીબેન મહેતા, ધર્મીષ્ટાબેન સાકરીયા, જ્‍યોતીબેન પંડયા, ભાવનાબેન કલોલા, મિનાબેન પટેલ, રિનાબેન, નિતાબેન અત્રી, અવનિબેન બગડાઇ, જ્‍યોતિબેન ચૌહાણ વગેરે જહેમત ઉઠાવિ રહ્યા છે.

(2:46 PM IST)