News of Wednesday, 6th August 2025
મોડેલ-નિજાનંદ સ્કૂલનો ટેકવંડો ગેમ્સમાં ડંકો

રાજકોટ : મોડેલ સ્કૂલ અને શ્રી નિજાનંદ હાઈસ્કૂલના બાળકોએ ફરી પાછુ ટેક્વંડો ગેમ્સ મા મેદાન માર્યું છે. સ્કૂલ ગેમ SGFI મા મોડેલ સ્કૂલ અને શ્રી નિજાનંદ હાઈસ્કૂલ ની કુલ ૧૪ દીકરીઓએ ભાગ લીધો હતો તેમાંથી ૧ રેન્ક.. ૩ દીકરીઓ... ૨ રેન્ક.. ૪ દીકરીઓ ....૩ રેન્ક..૩ દીકરીઓ અને ડાયરેક્ટ સ્ટેટ ૨ દીકરીઓ એ મેળવી શાળા પરિવારનું નામ રોશન કરેલ છે. કુલ ૧૮ દીકરાઓએ ભાગ લીધો હતો તેમાંથી ૧ રેન્ક...૫ દીકરાઓ ....૨ રેન્ક...૫ દીકરાઓ અને ૩ રેન્ક... ૨ દીકરાઓએ મેળવી શાળા પરિવારનું નામ રોશન કરેલ છે..
શાળાના પ્રિન્સિપાલ ભાવનાબેન લીડીયા , મેનેજિંગ ટ્રસ્ટી રંજનબેન ચૌહાણ અને કોચ કશીશ મુલીયાણા એ આ બાળકોને આગળ લાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી...
ભોલેનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે જેમાં ધોરણ ૯ અને ધોરણ ૧૦ ના ૧૦૦ દીકરાઓ અને દીકરીઓને એક પણ રૂપિયો ફી લીધા વગર ફ્રી માં એજ્યુકેશન , સ્પોર્ટ્સ એક્ટિવિટી , સ્પોકન ઇંગલિશ અને કમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવશે પ્લસ બાળકોને સ્કોલરશીપ પણ આપવામાં આવશે...
આ કાર્ય કરવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ ભાવનાબેન લીડીયા , રણસુરવિરસિહ જાડેજા ( રાજાભાઈ ), વિશાલભાઈ ચૌહાણ, પુષ્પરાજ સિંહ જાડેજા, ક્રિષ્ના બા અને વૈભવીબેન લીડીયા દ્વારા આ એજ્યુકેશનના કાર્યને વેગવંતુ બનાવવા માટે જેહેમત ઉઠાવવામાં આવી છે.....તારીખ ૧૧/ ૮/ ૨૫ સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધણી કરાવવા મો.૮૪૬૦૩૫૯૭૮૯ મો. ૯૯૭૯૭૦૨૪૩૧નો સંપર્ક થઇ શકે છે. (૭.રપ)
(2:27 PM IST)










