<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

લાલબહાદુર શાસ્‍ત્રી અંગ્રેજી માધ્‍યમ શાળા દ્વારા ૧૨મીએ સાંસ્‍કૃતિક કાર્યક્રમઃ ૪૦૦ છાત્રો કલા પિરસશે

રાજકોટઃ શ્રી લાલબહાદુર શાસ્‍ત્રી અંગ્રેજી માધ્‍યમ શાળા દ્વારા તા.૧૨ મંગળવારના રોજ બાળકો દ્વારા વાલીઓ માટે ફલુટ ઓફ હાર્મની (સાંસ્‍કૃતિક કાર્યક્રમ)નું આયોજન કરવામાં આવેલ છે.

મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત શ્રી લાલબહાદુર શાસ્‍ત્રી અંગ્રેજી માધ્‍યમ શાળા છેલ્લા ૫૦ વર્ષથી કાર્યરત છે. શાળાના અંગ્રેજી માધ્‍યમનાં ૪૦૦ વિદ્યાર્થીઓ તેમની નૃત્‍ય કલાનું કામણ પાથરશે.

રંગબેરંગી વસ્‍ત્રો, પાત્રને અનુરૂપ સાજ-સજ્‍જા અને નૃત્‍યને લગતા અઢળક સાધનો સાથે બાળકો ઉત્‍સાહભેર આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્‍નશીલ છે. કાર્યક્રમનું માર્ગદર્શન આચાર્ય શ્રી ભારતીબેન નથવાણી દ્વારા આપવામાં આવેલ છે.

 આ કાર્યક્રમ તા.૧૨ના રોજ ૯ કલાકે અટલ બિહારી ઓડિટોરીયમ ખાતે રાખવામાં આવેલ છે. જાહેર જનતાને આમંત્રણ અપાયું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શાળાના ભારતી નથવાણી, શિલ્‍પા પાધીયા, પ્રાશી અગ્રવાલ, ચાર્મી પરમાર, ભૂમિકા ભાડેશીયા, કોમલ તેજવાણી, જાહીદહુસેન મલીક, સુનિતા કિંગર નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૪૦.૨૩)

(2:29 PM IST)