તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
મકાન અને જાહેરમાં તીન પતી રમતી મહિલાઓ સહિત ર૦ ઝડપાયા
બી-ડીવીઝન, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસના દરોડાઃ રૂા. ૮૯ હજારની મત્તા કબ્જે

રાજકોટ તા. ૬: રૈયા રોડ પર અંબીકા પાર્કમાં એપાર્ટમેન્ટમાં અને મુંજકા ગામ પાસે ટીટોડીયા સ્લમ કવાટરમાં તથા આડો પેડક રોડ પર ગુલાબવાડીમાં પોલીસે દરોડા પાડી તીનપત્તીનો જુગાર રમતી મહિલાઓ સહિત ર૦ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ રૈયા રોડ પર અંબીકા પાર્ક સોસાયટીમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા પી.એસ.આઇ. એમ. વી. જાડેજા હેડ કોન્સ. શબ્બીરખાન મલેક, રવીભાઇ ગઢવી, સહદેવસિંહ જાડેજા તથા હેડ કોન્સ. ગીતાબેન પરમાર સહિતે ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી બ્લોક નાં. ઇ-પમાં તીનીપત્તીનો જુગાર રમતા ફલેટ માલીક પારૂલબેન મધુસુદનદાસભાઇ શાહ, અંબીકા પાર્ક બ્લોક નં. એ-૧માં નીરૂપમાબેન ઉર્ફે નીરૂબેન લલીતભાઇ મહેતા, ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ બ્લોક નં. સી-૧૯ના દેવીબેન પ્રદિપભાઇ પ્રાણલાલભાઇ દડીયા, બ્લોક નં. સી-૧રના આશાબેન મયુરભાઇ સંઘવી, બ્લોક નં. સી-૧૯ના પ્રદિપભાઇ પ્રાણલાલભાઇ દડીયા અને અંબીકા પાર્ક સોસાયટી બ્લોક નં. એ-૧ના લલીત અમૃતલાલભાઇ મહેતાને પકડી લઇ રૂા. ૮૪પ૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.
જયારે બીજા દરોડામાં મુંજકા ગામ પાસે ટીટોડીયા સોસાયટી સ્લમ કવાર્ટરમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતું હોવાની હેડ કોન્સ. પ્રતાપસિંહ મોયાને બાતમી મળતા પી.એસ.આઇ. ડી. બી. કારેથા, હેડ કોન્સ. વિરદેવસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે ટીટોડીયા સોસાયટી સ્લમ કવાર્ટરમાં દરોડો પાડી કવાર્ટર નં. ૧૬૪માં તીનપત્તીનો જુગાર રમતા કવાર્ટર માલીક રજનીબા ભુપેન્દ્રસિંહ ઝાલા તથા પ્રશાંતી એપાર્ટમેન્ટ ડી-૧૦૪ ના દક્ષાબેન હિતેશભાઇ ડઢાણીયા, આજીડેમ ચોકડી ભારતનગર શેરી નં. રના ગીતાબેન નરેન્દ્રભાઇ નેનુજી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સામે રહેતા રંજનબેન દિનેશભાઇ ચાવડા, ટીટોડીયા સોસાયટી સ્લમ કવાર્ટરના હિનાબેન બાલમુકુંદભાઇ રામાવત તથા સ્લમ કવાર્ટર નં. ૧ર૧ના નીખીલ બૈજુભાઇ રામાવતને પકડી લઇ રૂા. ૩૦,૪૯૦ની રોકડા સહિતની મત્તા કબ્જે કરી હતી.
ગુલાબ વાડીમાં જુગાર
રમતા ૮ ઝડપાયા
આડો પેડક રોડ પર મહાનગર પાલીકાના સ્વીમીંગ પુલ પાસે ગુલાબવાડી શેરી નં. ર માં કેટલાક શખ્સો જુથાર રમતા હોવાની બાતમી મળતા બી-ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. એ.એચ. ગોહિલ તથા હેડ કોન્સ. નરેશભાઇ ચાવડા સહિતના સ્ટાફે ગુલાબવાડી શેરી નં. ર માં દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હરેશ મુળદાસભાઇ મેસવાણીયા (રહે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે, લોકમાન્ય તીલક આવાસ યોજનાના કવાર્ટરમાં) તથા કુવાડવા રોડ ગુરૂદેવ પાર્ક-ર શેરી નં. ૯ માં ભાડે રહેતો ગણેશ તળશીભાઇ સોજીત્રા, ગવરીદડ ગામના હરેશ ભગવાનજીભાઇ કમાણી, મોરબી રોડ ફાટક પાસે શ્રીરાજ ખોડલ સોસાયટીના મોન્ટુ કાળુભાઇ મારીયાને પકડી લઇ રૂા. પ૧,૬પ૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.
(2:46 PM IST)










