તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
શનિવારે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પૂ. મુકતાનંદબાપુની ઉપસ્થિતિમાં રક્ષાબંધન મહોત્સવ
‘‘હરીઓમ ફોજ''ની રચના થશેઃ પૂ. મુકતાનંદબાપુની હાજરીમાં ગુરૂદીક્ષા સમારોહઃ મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ, જયોતિષાચાર્ય જયપ્રકાશ માઢક સહિતના ઉપસ્થિત રહેશેઃ રાજગોર બ્રાહ્મણ યુથ કલબની ટીમ ‘અકિલા'ના આંગણે

‘અકિલા' કાર્યાલય ખાતે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ કાર્યક્રમની વિગતો વર્ણવતા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિજનો નજરે પડે છે.(તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ,તા.૬: શ્રી રાજગોર બ્રાહ્મણ યુથ કલબ દ્વારા તાઃ૯ ને શનીવારે ૧૧મો રક્ષાબંધન મહોત્સવ ચાંપરડાના પૂ.મુકતાનંદ બાપુની અધ્યક્ષતામા રાજકોટના અટલ બિહારી બાજપાયી ઓડીટોરીયમ હોલ, પેડક રોડ ખાતે યોજાશે.
‘‘અકિલા'' કાર્યાલય ખાતે ‘‘અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ શ્રીરાજગોર બ્રાહ્મણ યુથ કલબની ટીમે માહિતી વર્ણવી હતી.
શ્રી રાજગોર બ્રાહ્મણ યુથકલબ રાજકોટ દ્વારા આગામી તા.૯ ને શનીવારના રોજ ૧૧ મો રક્ષાબંધન મહોત્સવની અટલબિહારી બાજપાઇ ઓડિટોરીયમ પેડક રોડ રાજકોટ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.
જેમાં બપોરે ૨/૩૦ કલાકે પુ.મુકતાનંદ બાપુનું સામૈયુ તેમજ મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ દિપપ્રાગટય બાદ ગુરૂદિક્ષા સમારોહ અને હરિૐ ફોજની રચના આ કાર્યક્રમમા અતિથી વિશેષ તરીકે મોટીવેશનલ સ્પીકર સંજયભાઇ રાવલ તેમજ પ્રસિધ્ધ જયોતિષ આચાર્ય જયપ્રકાશભાઇ માઢક તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે અને સાંજે ૭ કલાકે આર્યનગર કોમ્યુનીટી હોલ પેડક રોડ રાજકોટ ખાતે ભોજનપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.
શ્રી રાજગોર બ્રાહ્મણ યુથ કલબ રાજકોટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી રક્ષાબંધનના દીવસે સ્નેહમીલન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પવિત્ર પર્વે રાજગોર બ્રાહ્મણ યુથ કલબ તેમજ હરીઓમ દ્વારા સ્નેહમીલન માં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
કાર્યક્રમ પરમ પુજય સંતશ્રી મુકતાનંદ બાપુ દ્વારા રાજગોર બ્રાહ્મણ સમાજના નોંધાયેલા અનુયાયીઓને સંતશ્રી મુકતાનંદ બાપુ દ્વારા દીક્ષા આપવાના સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો સમય બપોરે ૨:૩૦ થી ૭ વાગ્યા સુધી યોજાશે.
આ કાર્યક્રમ સફળ બનાવવા રાજગોર બ્રાહ્મણ યુથ કલબના ચેરમેન બંકીમ મહેતા પ્રમુખ અજય જોષી (એડવોકેટ) મો. ૯૯૨૫૪ ૦૦૦૧૧ તથા હરીઓમ ફોજ ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહયા છે.
આ કાર્યક્રમમાં રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ અને યુથ કલબના ચેરમેન બંકીમભાઇ મહેતા તેમજ ઉપપ્રમુખ અને ભોજન સમારંભ ના દાતા રાજેશભાઇ મહેતા, જસ્મીનભાઇ માઢક તેમજ એડવોકેટ અજય જોષી મીડીયા ઇ.ચા. રાજેશ મહેતા એડવોકેટ ચિમનભાઇ સાંકળીયા, અશોક જોષી તેમજ પત્રકાર જયેશ દવે, દિપકભાઇ બામટા, ગિરધરભાઇ જોષી, મનિષ બામટા સહિત જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહેશે અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજગોર બ્રાહ્મણ યુથ કલબ અને હરિૐ ફોજની ટીમ જહેમત ઉઠાવી રહી છે. (૬.૧૪)
‘હરીઓમ' ફોજના માધ્યમથી સમાજને તૂટતો બચાવાશેઃ સેવાને પ્રાધાન્યઃ ૧૧ હજાર યુવાનો જોડાશે
રાજકોટ, તા. ૬: રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિજનો માટે રચના થનાર હરીઓમ ફોજની રચનાનો મુખ્ય ઉદેશ એ છે કે રાજગોર સમાજના દરેક પરિવારો જયા વસવાટ કરે છે. દરેક ગામડાના માણસ સુધી જરૂરીયાત વાળા વ્યકિત સુધી અને સમાજ તૂટે નહી સમાજની ખરા અર્થમાં પડખે ઉભી શકાય સંકટ સમયે સહકાર આપી શકાય અને સર્જનાત્મક અને સંગઠન મજબુત કરવા નાનામાં નાના ગામોથી લઇ મોટા શહેરોના યુવાનો ને જોડવામાં આવનાર છે અને ભારતભરમાં વસતા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજને મદદરૂપ અને સંપુર્ણ સેવા એકતા ભાઇચારાની ભાવનાથી આ ફોજની રચના થશે અને આ ફોજની ખાસ વિશેષતા એ છે કે આમા કોઇપણ હોદા નહી પરંતુ એવાને જ પ્રાધાન્ય આપવામાં આવશે અને સૌ કાર્યકર્તા, તરીકે જે સેવા આપશે આ ફોજમાં ૧૧ હજાર જેટલા યુવાનો જોડાનાર છે. વધુ વિગત માટે શ્રી રાજગોર બ્રાહ્મણ યુથ કલબ, ‘રમા નિવાસ' પ્રહલાદ રોડ, રાજકોટ મો. ૯૯૨૫૪ ૦૦૦૧૧ અથવા મો. નં. ૯૮૨૪૨ ૭૧૭૭૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(2:53 PM IST)










