તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
ઘંટેશ્વર પચ્ચીસ વારીયામાં ખુશી રીબડીયા પર પુર્વ પ્રેમીના માસી સહિતનો હુમલોઃ હાથ ભાંગી નાંખ્યો
અગાઉ અનિલ સાથે મૈત્રીકરારથી રહેતી હતી, હવે રોહિત સાથે રહેતી હોઇ ખા રાખી અનિલના માસી ગીતાબેન અને તેના બે દિકરા રવિ, રાહુલ ધોકા-પાઇપથી તૂટી પડયા

રાજકોટ તા. ૬: જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતી યુવતિ પર પડોશમાં જ રહેતાં તેના પુર્વ પ્રેમીના માસી સહિતનાએ ધોકા-પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં હાથ ભાંગી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતી ખુશીબેન (ઉ.વ.૩૧) નામની યુવતિ ઘર પાસે દશામાના મંદિર નજીક હતી ત્યારે ગીતાબેન, તેના દિકરાઓ રવિ, રાહુલ સહિતનાએ ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં ઇજાઓ થઇ હતી. તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં અહિ તબિબે રિપોર્ટ કરાવતાં હાથમાં ફ્રેકચર હોવાનું નિદન થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, ધર્મેશભાઇ, પરેશભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. ખુશીબેને હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે તેના માતા-પિતા રૈયાધાર વિસ્તારમાં રહે છે. આઠેક મહિના પહેલા તેનો પરિચય અનિલ સાથે થયો હતો એ પછી બંનેએ મૈત્રીકરાર કર્યા હતાં. છ મહિના બાદ તેણે અનિલ હેરાન કરતો હોઇ તેને મુકી દીધો હતો અને હાલ પોતે રોહિત રીબડીયા સાથે રહે છે. આ કારણે અનિલને ગમ્યું ન હોઇ ગઇકાલે તેણે ઝઘડો કરી લાફો મારી લીધો હતો. આ પછી અનિલના માસી ગીતાબેન અને તેના બે દિકરાએ ખાર રાખી પોતે ઘર નજીક મંદિર પાસેથી નીકળી ત્યારે અચાનક ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં પોતાનો હાથ ભાંગી ગયો હતો. હેડકોન્સ. મિહીરસિંહ બારડે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.
(2:54 PM IST)










