તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
વીર જવાનો માટે દોડયું રાજકોટ : વીરાથોન યોજાઇ
ન્યુઝ કેપિટલ ગુજરાત, મનપા અને રાજકોટ પોલીસના સંયુકત ઉપક્રમે આયોજન પ્રત્યેક રનર દીઠ રૂા. ૧૦૦ લેખે નેશનલ ડિફેન્સ ફંડમાં ડોનેશન અપાશે

રાજકોટ, તા. ૬ : રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને વરેલી ન્યૂઝ કેપિટલ ચેનલ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ વિભાગના સહયોગ સાથે દેશના વીર જવાનો માટે છઠ્ઠી ઑગસ્ટે સવારે ૦૫:૦૦ વાગ્યે વીરાથોનનું આયોજન રેસકોર્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર મતી નયનાબેન પેઢડીયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ધારાસભ્યઓ ડૉ.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડી.સી.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલ, શાશક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપ લુણાગરિયા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અમળત ગઢીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં અને તેઓના હસ્તે વિરાથોનને ફ્લેગ ઓફ કરી દોડની ભવ્ય શરૂઆત કરાવવામાં આવી હતી
આ પૂર્વે ધારાસભ્ય ડૉ. દર્શીતાબેન શાહે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, તેમને વધુમાં ઉમેર્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતળત્વમાં અને તેઓની નિર્ણયશક્તિના સહારે ભારતીય સૈન્યએ ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ ધ્વસ્ત કર્યા હતાં. ઓપરેશન સિંદૂરથી વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર સેનાના વીર જવાનોના શૌર્યને સલામ કરીએ છીએ.
રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં વીરાથોનમાં દોડીને જવાનો પ્રત્યે સન્માનની ભાવના વ્યક્ત કરી જવાનોને દેશનું ગૌરવ ગણાવ્યું હતું. આ વીરાથોનનું સૂત્ર છે, યુ રન, વી ડોનેટ. આ વીરાથોનમાં દોડનારી પ્રતિ વ્યક્તિ માટે ન્યુઝ કેપિટલ ચેનલ ૧૦૦ રૂપિયા સેનાના ભંડોળમાં જમા કરાવશે. દેશભક્તિ બતાવવા માટેનો આ એક અનેરો અવસર હતો જેને શહેરીનનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સારી રીતે પ્રસંગ ઉજવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા ન્યુઝ કેપિટલ ચેનલના ચેનલના ડિરેક્ટર જનક દવે, મૌલિક ઠાકર, મલ્હાર જોશી, ઇનપુટ હેડ મયુર માકડીયા, રિપોર્ટર ઋષિ દવે ઉપરાંત મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલિસ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ અને સરદારધામના સ્વયંસેવકોએ ર્પાકિંગ, પાણી, ટી શર્ટ વિતરણ વ્યવસ્થા, લોકોને યોગ્ય માર્ગદર્શન સહિતની સેવા પુરી પાડી હતી.
(2:57 PM IST)










