તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
નવાગામના હનીફભાઇ અને કોઠારીયા કોલોનીના દિનેશભાઇના હૃદય બંધ પડી ગયા

રાજકોટ તા. ૬: હાર્ટએટેકથી મૃત્યુના વધુ બે બનાવ બન્યા છે. જેમાં નવાગામ પોલીસ ચોકીની સામે આવાસ ક્વાર્ટર બ્લોક નં-૧૨માં રહેતાં હનીફભાઇ રજાકભાઈમંધરા (ઉ.વ.૫૧) બપોરે બારેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ઇમર્જન્સી ફરજ પરના તબીબ મૃત જાહેર કરતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. મળતક ડુંગળીની લારી રાખી વેપાર કરતા હતા. સંતાનમાં બે દીકરા બે દીકરી છે. પુત્રના કહેવા મુજબ અગાઉ હાર્ટએટેક આવી ગયો હોઇ પ્લેન મુકાવ્યું હતું. બાદમાં પેરાલીસીસનો એટેક પણ આવ્યો હતો તેમાંથી સ્વસ્થ થઈ ગયા હતા આજે ફરીથી હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
બીજા બનાવમાં કોઠારીયા કોલોની શેરી નંબર-૨, ક્વાર્ટર નંબર-૧૦માં રહેતા દિનેશભાઇ મગનભાઈ પીઠડીયા (ઉ.વ.૬૮)ના આજે સવારે ઘરેથી બેભાન હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેમને મળત જાહેર કરવામાં આવ્યા હતા. મળતકના પત્નિનું દોઢ વર્ષ પહેલા અને એકના એક પુત્રનું સાત વર્ષ પહેલા અવસાન થયા બાદ પ્રૌઢ એકલવાયું જીવન જીવતા હતા. ગઈકાલે રાત્રે નજીકમાં જ રહેતા ભત્રીજા ભરતભાઇના ઘરેથી જમીને આવ્યા બાદ સુઈ ગયા હતા સવારે ભત્રીજાએ ફોન કરતા ફોન ઉપાડતા ન હોઇ ઘરે જઈને જોતા સેટી પરથી નીચે પડેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ડોકટરે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. આ બનાવની જાણ ભક્તિનગર પોલીસને કરવામાં આવી હતી. (૧૪.૧૧)
(2:59 PM IST)










