તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
રાજકોટ સહિત નવસારી-મહેસાણા તથા દેશની અનેક પોસ્ટ ઓફીસમાં સતત ત્રીજા દિવસે સર્વરના ધાંધિયાઃ સ્ટાફ નવરોધૂપઃ લોકો ત્રાહિમામ

રાજકોટઃ દેશભરની પોસ્ટ ઓફીસમાં નવો સોફટવેર ર.૦ લાગુ કરાયો છે, સોમવારથી આ સોફટવેર રોલ આઉટ કરાયો પરંતુ સોમવારથી સર્વરમાં શરૂ થયેલા ધાંધીયા આજે સતત ત્રીજા દિવસે ચાલુ રહ્યા છે, લોકોના પૈસા ઉપાડ, ભરવા, રાખડીના કવર-રજીસ્ટ્રેશન, મનીઓર્ડર, અન્ય પાર્સલ, સ્પીડ પોસ્ટ સહિતની સેવાઓ તથા રજીસ્ટર્ડ-ઇ-પેમેન્ટની કામગીરી ત્રણ દિવસથી ઠપ્પ થતા, સર્વર ડચકા ખાતુ ચાલતું હોય અરજદારો કલાકો સુધી લાઇનમાં હેરાન થઇ રહ્યા છે, પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, એટલું જ નહિં સર્વર ડાઉન હોય સ્ટાફ પણ નવરાધૂપ જેવો બેસી રહેલો જોવા મળ્યો હતો, ખાસ કરીને દેશ-વિદેશમાં રહેતા ભાઇઓને બહેનો રાખડી મોકલતી હોય છે, પરંતુ ત્રણ દિવસથી સ્પીડ પોસ્ટ લેવા ઠપ્પ હોય આ કામગીરીના કવરના ઢગલા થયા છે, ભારે દેકારો મચી ગયો છે. નવો સોફટવેર ર-૦ લાગુ કરાતા જ આખા દેશમાં એકાએક સર્વર પર લોડ વધી જતા તમામ કામગીરી અટકી પડી હતી, પોસ્ટલ સેવાનું મુખ્ય સર્વર મૈસુર ખાતે આવેલ છે, ત્યાં ટીમો કામે લાગી છે, પરંતુ આજ સવારથી હેડ પોસ્ટ ઓફીસ, રાજકોટની અન્ય પોસ્ટ ઓફીસો, નવસારી-મહેસાણામાં સર્વરનાં ધાંધીયા જોવા મળ્યા હતા. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:02 PM IST)










