તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
ન્યાયખાતા વર્ગ-૩ કર્મચારી મહામંડળના પ્રમુખપદે ભૃગુરાજસિંહ જાડેજા

રાજકોટઃ ન્યુ ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ, જામનગર રોડ, ખાતે રાજ્યનાં અલગ અલગ જીલ્લાના વર્ગ-૩ નાં ન્યાયખાતાનાં કર્મચારીઓની માંગણીના અનુસંધાને તાજેતરમાં ગુજરાત રાજયનાં ન્યાયખાતા (વર્ગ-૩) મહામંડળની સામાન્ય સભા અને ચુંટણી યોજવામાં આવેલ. જેમાં રાજ્યના અલગ - અલગ ૨૮ જીલ્લાઓનાં મંડળો (યુનીયન)નાં પ્રમુખો, મંત્રીઓ અને કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી, નવા હોદેદારોમાં ભળગુરાજસિંહ એન. જાડેજા ને મહામંડળના પ્રમુખ, જનરલ સેક્રેટરી તરીકે આશિષભાઈ કુહાડીયા (ફેમીલી કોર્ટ, ઉના) તથા જોઈન્ટ પ્રેસીડેન્ટ તરીકે દુષ્યંતભાઈ ડોડીયા (સીટી સીવીલ કોર્ટ, અમદાવાદ) નાઓને સર્વાનુમતે બિનહરીફ નિમણુંક થવા સમર્થન આપવામાં આવેલ. જેથી નવા હોદેદારોની વરણી થતાં સમગ્ર રાજયનાં ન્યાયખાતાનાં (વર્ગ-૩) કર્મચારીઓમાં હરખની હેલી ફેલાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભળગુરાજસિંહ એન. જાડેજા હાલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટ, રાજકોટ મુકામે ફરજ બજાવે છે અને રાજકોટ જીલ્લા ન્યાયખાતાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તથા યુનિયનનાં હાલ તરીકે હાલ સેવારત છે.
(3:19 PM IST)










