તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
શ્રી પંચનાથ હોસ્પિટલમાં ડો.જયસન ધામેચા, ડો.ગૌતમ જોબનપુત્રા અને ડો.તરંગ પટેલની નિમણુક
માત્ર ૫૦ રૂા. માં એમ.ડી. ડોક્ટર દ્વારા નિદાનઃ ૫૦ બેડની અતિ આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલ

રાજકોટઃ શ્રી પંચનાથ ટ્રસ્ટ સૌરાષ્ટ્રની જાહેર જનતાને વધુને વધુ રાહત દરે સચોટ નિદાન અને સારવાર મળી રહે તે હેતુથી સતત પ્રયત્નશીલ છે. અને તેમાં લોકોનો સારો એવો વિશ્વાસ સંપાદન કરી ચૂક્યું છે. અને એટલે જ તો ઘસારાને પહોંચી વળવા માટે તાજેતરમાં ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક ધોરણે બે ફીઝીશ્યન તબીબની નિમણુક કરી છે.
હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં ફૂડ પોઇઝનિગ, શ્વાસ લેવામાં તકલીફ, સખત તાવ, પથરીનો દુખાવો, મેલેરિયા,મધુપ્રમેહ ( ડાયાબીટીઝ ) સર્પ કે વીંછીના દંશ. ચક્કર આવવાં, બ્રેઈન સ્ટ્રોક, સ્ટ્રેસને કારણે ઝેર પી જવું, અકસ્માતે હાડકા તૂટી જવા, બ્લડ પ્રેશરની વધઘટ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ન્યુમોનિયા, ઝાડા-ઉલટી, માઈગ્રેન, કોલેરા જેવા અનેક સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ રોગો માટેની સારવાર કરવા માટે દાખલ થતાંજ ૨૪સ૭ ફરજ બજાવી રહેલા અનુભવી અને બાહોશ ફિઝીશ્યન તબીબો, વિનયી અને વિવેકી તાલીમબદ્ધ મેડિકલ ઓફિસર તથા નર્સિગ સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી દેવામાં આવેછે. અને જરૂર પડે તેવા સંજોગોમાં તેમને આઈ. પી. ડી. વિભાગમાં દાખલ કરીને સારવાર શરૂ કરી દેવામાં આવે છે.
કુલ ૫૦ બેડની અતિ આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલમાં ફૂલ ૧૨ બેડનો જનરલ વોર્ડ જે સંપૂર્ણપણે વાતાનુકૂલિત છે. સાથોસાથ અન્ય સ્પેશિયલ વોર્ડ, ટવિનશેરિગ વોર્ડ, આઈ. સી. યુ. વિભાગ તથા પ્રી ઓપરેટિગ રૂમનો પણ સમાવેશ થયેલ છે. શ્રી પંચનાથ ટ્રસ્ટ દ્વારા દાખલ થયેલા દર્દીઓને વેન્ટિલેટર,ઓક્સિજન, મેડિકલ મોનીટર, સીરીંજ પંપ, તથા ઈન્ફયુઝન પંપ જેવા સાધનો નિઃશુલ્ક પૂરા પાડવામાં આવે છે.જેની ચોતરફ પ્રશંસા થઈ રહી છે.
ડો. જયસન ધામેચા ( એમ. ડી. ફીઝીશ્યન) કે જેઓએ એમ.બી.બી. એસ.ની ડીગ્રી પ્રથમ વર્ગ સાથે અને એમ. ડી.ની ઉપાધિ ચોથા ક્રમાંક સાથે પી.ડી.યુ. મેડિકલ કોલેજ રાજકોટ ખાતેથી પ્રાપ્ત કરેલ છે.તદ્પરાંત ડાયાબિટીઝ મેનેજમેન્ટનો કોર્સ અમેરિકન ડાયાબીટીલોજી એસોસીએશન ખાતે કરેલ છે. તેઓએ વરદ હોસ્પિટલમાં છ માસ સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં એમ.ડી. ફીઝીશ્યન તરીકે સેવા આપી છે.તેમજ રાજકોટ ખાતેની પી. ડી.યુ. ખાતે નિવાસી તબીબ તરીકે બે વર્ષ સેવા કરેલ છે તદ્પરાંત તેઓ હાલમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશન ( ગુજરાત ) ના સક્રિય સભ્ય પણ છે. અત્યાર સુધીમાં તેઓ દર્દીઓનો આશરે ૩૭૩૨૦ નિદાન/સારવાર કરી ચુક્યા છે.
તાજેતરમાં જ હોસ્પિટલમાં બે એમ. ડી. ની નિમણુક કરવામાં આવી છે.તેમાં ડો. ગૌતમ જોબનપુત્રા જેઓએ એમ.બી.બી.એસ. ની ડીગ્રી ૨૦૧૭ની સાલમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતેથી પ્રાપ્ત કરેલ છે.તેમજ એમ. ડી.ની ઉપાધિ ગોલ્ડ મેડલ સાથે ૨૦૨૨ની સાલમાં ડી. વાય. પાટીલ યુનિવર્સિટી નવી મુંબઈ ખાતેથી હાંસલ કરેલ છે. તેઓની ગણના બાહોશ ઈમરજન્સી મેડિસીન ,ઓ.પી.ડી.તેમજ આઈ.પી.ડી. રોગોના સારવારના બાહોશ અને નિષ્ણાત તબીબ તરીકેની ગણના થાય છે. તેઓએ છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કન્સલ્ટન્ટ ફિઝીશ્યન અને ઇન્ટેનસીવિસ્ટ તરીકે સાલ હોસ્પિટલ અમદાવાદ, જયનાથ તેમજ પ્લેકસસ હોસ્પિટલ રાજકોટ ખાતે સેવાઓ આપેલ છે. માત્ર ૩ માસ ના સમયગાળા માં તેઓ ૨૩૨૦ દર્દીઓની નિદાન/સરવાર કરી ચુક્યા છે.
ડો.તરંગ પટેલ કે જેઓએ એમ.બી.બી.એસ.ની ઉપાધિ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ ખાતેથી સાલ ૨૦૨૦માં મેળવેલ છે.અને એમ. ડી. (જનરલ મેડીસીન)ની ડીગ્રી એપ્રિલ ૨૦૨૫માં ઇન્ડેક્સ મેડિકલ કોલેજ હોસ્પિટલ એન્ડ રીચર્સે સેન્ટર ઇન્દોર મધ્ય પ્રદેશ ખાતેથી પ્રાપ્ત કરેલ છે. તેઓ હાલમાં અમેરિકન હાર્ટ એસોસિયેશનનું બેઝિક લાઇફ સપોર્ટ અને એડવાન્સડ કાર્ડિયોવાસ્કુલરનું સર્ટિફિકેટ ધરાવે છે.તેમજ નવેમ્બર ૨૦૨૩માં ભોપાલ ખાતે યોજાયેલા એકવીસમાં નેશનલ કોન્ફરન્સમાં કાર્ડિયોલોજી, ડાયાબિટીલોજી, ઈ.સી.જી. ઇકો. અને ક્રિટીકલ કેર અંગેનું મૌખિક પેપર રજૂ કરીને ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ હતો. માત્ર ૩ માસ માં તેઓ આશરે ૨૩૨૦ દર્દીઓને સારવાર કરી સ્વસ્થ્ય સારું બનાવી ચુક્યા છે.
શ્રી પંચનાથ હોસ્પિટલમાં અંદાજે ૧,૨૦,૦૦૦ થી વધુ દર્દીની નિદાન તથા સારવાર એમ.ડી.ફીઝીશ્યન દ્વારા કરવામાં આવેલ છે જેમાથી ૯૫૦૦ થી વધુ દર્દીને દાખલ કરીને સારવાર બાદ ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલાં છે.
શ્રી પંચનાથ હોસ્પિટલ સમયની સાથે જ કદમ મિલાવીને નવા નવા વિભાગો શરૂ કરીને તેમજ તદન નવા આધુનિક ઉપકરણો વસાવીને સૌરાષ્ટ્રની જનતાને વધુને વધુ ૨૪સ૭ ઇમરજન્સી સેવાઓ આપવામાં સફળ રહ્યું છે. તદ્પરાંત હોસ્પિટલમાં અનેક ઓ.પી. ડી. વિભાગ જેવા કે કાન,નાક, ગળા,દાંત આંખ,બ્લડ લેબોરેટરી, જનરલ મેડિસીન, ઓર્થોપેડીક,પેટના રોગો, જનરલ સર્જરી, કિડનીના રોગો, ન્યુરોલોજી સંધિવાની તકલીફ તેમજ ઈ. સી. જી. ઇકો. સી. ટી.સ્કેન, સોનોગ્રાફી એક્સ રે,ટી.એમ.ટી. તેમજ આઇ. પી. ડી.જેવા વિભાગો ધમધમી રહ્યાં છે.
શ્રી પંચનાથ મહાદેવ સાર્વજાનિક ટ્રસ્ટના પ્રમુખ શ્રી દેવાંગભાઈ માંકડ, માનદ મંત્રી શ્રી મયુરભાઈ શાહ, કોષાધ્યક્ષશ્રી ડી. વી. મહેતા, ટ્રસ્ટ્રીશ્રીઓ વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિહ ગોહેલ, નીખીલભાઈ મહેતા, ડો.રવિરાજ ગુજરાતી, અનિલભાઈ દેસાઈ, નીરજભાઈ પાઠક, સંદીપભાઈ ડોડીયા, નીતિનભાઈ મણિયાર, જૈમીનભાઈ જોષી જહેમત ઊઠાવી રહ્યા છે.
હોસ્પિટલની અન્ય માહિતી માટે લેન્ડ લાઈન નં ૦૨૮૧-૨૨૨૩૨૪૯/૨૨૩૧૨૧૫ પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે.
(3:49 PM IST)










