<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

પરસાણાનગરમાં સફાઇ કામદાર દિપકભાઇ બાબરીયાનું લોહીની ઉલ્‍ટી થયા બાદ મોત

ગોંડલ એસઆરપી સેન્‍ટરમાં સફાઇ કામદાર હતાં: દિકરા-દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારજનોમાં ગમગીની

 

 

રાજકોટ તા. ૭: શહેરના જામનગર રોડ પર પરસાણાનગર-૧૧માં રહેતાં અને ગોંડલ એસઆરપી સેન્‍ટર ખાતે સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં દિપકભાઇ મગનભાઇ બાબરીયા (ઉ.વ.૩૭) નામના યુવાનનું બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ દિપકભાઇ બાબરીયા સાંજે ઘરે હતાં ત્‍યારે લોહીની ઉલ્‍ટી થયા બાદ બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા છે. જેમાં એક છ વર્ષનો અને બીજો બે વર્ષનો છે. દિપકભાઇને ગોંડલ એસઆરપી સેન્‍ટરમાં કાયમી નોકરી હતી. હોસ્‍પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા,   પરેશભાઇ, ધર્મેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ કાર્યવાહી કરી હતી.

(1:48 PM IST)